તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- અમિત જેઠવાના પિતાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆત
ખાંભાના આરટીઆઇ કાર્યકર્તા અમિત જેઠવાની અમદાવાદમાં હત્યા થયાના કેસમાં ઝડપાયેલા સાંસદ દિનુભાઇ સોલંકીને સુપ્રિમ કોર્ટ જામીન આપ્યા બાદ હવે અમિત જેઠવાના પિતા ભીખુભાઇ બાટાવાળાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી આ કેસના સાક્ષીઓને પુરતુ પોલીસ રક્ષણ આપવા માંગ કરી છે. તેમણે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે સાંસદ દિનુભાઇ સોલંકીની ધરપકડ થઇ ત્યારથી જ તેમના મળતીયાઓ ઘાંઘા થયા છે અને કોડીનારમાં આંતક મચાવી રહ્યા છે. અમિત જેઠવાની હત્યા કેસમાં સાંસદને સુપ્રિમ કોર્ટ જામીન આપતા કોડીનાર ખાતે તેના મળતીયાઓએ લખણ ઝળકાવી અમિત જેઠવા હત્યા કેસના સાક્ષીઓ અને સીબીઆઇને નિવેદન આપનારા આરટીઆઇ એક્ટીવીસ્ટ મહેશ મકવાણા, વિજય રાઠોડ અને રામભાઇ સોલંકી પર જીવલેણ હુમલો કરાવ્યો હતો.
તેમણે રજુઆતમાં એમ પણ જણાવ્યુ છે કે અમિત જેઠવા હત્યા કેસને નબળો પાડવા માટે બદઇરાદાથી આ હત્યા કેસના સાક્ષીઓને ધમકાવાની અને હુમલા કરવાની પ્રવૃતિ થઇ રહી છે. જેના કારણે સાક્ષીઓ અને આમ આદમીમાં ભયનો માહોલ ઉભો થયો છે. તેમણે મુખ્યમંત્રીને એવી રજુઆત કરી છે કે આપ વડાપ્રધાન પદના ઉમેદવાર છો અને આપના રાજ્યમાં જ આવા તત્વો આંતક ફેલાવી નાગરીકો અને આરટીઆઇ કાર્યકર પર હુમલો કરી રહ્યા છે જેનાથી આપની ઇમેજ પણ ખરડાઇ રહી છે.
અગાઉ પણ હુમલાની દહેશત વ્યક્ત કરી હતી
ભીખુભાઇ બાટાવાળાએ આજે સીબીઆઇના ડાયરેક્ટરને પણ પત્ર પાઠવી રામભાઇ સોલંકીએ અગાઉ પોતાના પર હુમલાની દહેશત વ્યક્ત કરી હતી. તે અંગે રજુઆત કરી હતી. રામભાઇ સોલંકી અમીત જેઠવા હત્યા કેસમાં મહત્વના સાક્ષી છે અને તેમણે કલમ ૧૬૪ મુજબ નિવેદન પણ આપ્યુ છે. તેમણે સીબીઆઇને પણ આ સાક્ષીઓને પુરતુ પોલીસ રક્ષણ આપવા તથા તેમની સાથે થયેલી ખોટી ફરીયાદ રદ કરાવવા માંગણી કરી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.