બાબરામાં ભિક્ષુકનું નિધન, યુવાનોએ અંતિમવિધિ કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પંદર વર્ષથી આ સાધુ ભિક્ષા માગી ગુજરાન ચલાવતા હતા

બાબરામાં પાછલા પંદર વર્ષથી રહેતા એક ભિક્ષુક સાધુનુ અવસાન થતા સેવાભાવી યુવાનોએ એકઠા થઇ તેમની અંતિમવિધી કરી સેવાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. આ ઉપરાંત સેવાભાવી આ યુવાનો દ્વારા બટુક ભોજન અને ગાયોને ઘાસચારો નાખવાની સેવા પણ કરવામાં આવશે.

બાબરામાં પંદર વર્ષથી રહેતા મુળ બનારસના ભિક્ષુક સાધુ લક્ષ્મણદાસબાપુ શહેરમાં ભિક્ષા માંગીને પોતાનુ ગુજરાન ચલાવતા આ સાધુ પાછલા ત્રણેક મહિનાથી બિમાર હોય સેવાભાવી યુવાનો તેને ભોજન કરાવતા. લક્ષ્મણદાસબાપુનુ આજે નિધન થતા રમેશભાઇ ગોર, ભરતભાઇ જોષી, મુળુભાઇ, કાનભાઇ કુંભાર સહિત સેવાભાવી યુવાનોએ તેની અંતિમવિધી કરી હતી.

શહેરમાં અનેક યુવાનો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યાં છે. ભુખ્યાને ભોજન, બજારમાં રખડતી ભટકતી ગાયોને ઘાસચારો વગેરે સેવાઓ કરવામાં આવી રહી છે. લક્ષ્મણદાસબાપુનુ નિધન થતા વાહન દ્વારા તેઓને સ્મશાન ખાતે લઇ જઇ તેની અંતિમવિધી કરાઇ હતી. આ ઉપરાંત આ યુવાનો દ્વારા બટુક ભોજન અને ગાયોને ઘાસચારો પણ નાખવામાં આવશે. આમ આ યુવાનોએ સેવાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ છે.