બગસરામાં ફ્રૂટ વેચતા વેપારીની પ્રામાણિકતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક


દુકાને ૧.૭પ લાખના ઘરેણાની પોટલી ભુલી ગયેલા ખેડુતને પરત સોંપી પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ

બગસરામાં ફ્રુટ વેચનાર એક વેપારીને ત્યાં પોતાના ઘરેણાની પોટલી ભુલી જનાર એક ખેડુતને વેપારી દ્વારા ઘરેણા પરત આપી પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે.

જુની હળિયાદના એક ખેડુત દેવરાજભાઇ ગોકળભાઇ ભુવા સ્ટેટ બેંકમાંથી પોતાના ઘરેણા લઇને સામે આવેલી શાક માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા માટે ગયા હતા. જયાં માર્કેટમાં ફ્રુટનો વેપાર કરનાર આદમભાઇ ગનીભાઇની દુકાને તેઓ ૧.૭પ લાખના ઘરેણાની પોટલી ભુલી પોતાના ઘરે જતા રહ્યાં હતા. દેવરાજભાઇ ઘરે પહોંચ્યા ત્યારે ઘરેણાની પોટલી ન હોવાથી તેઓ થોડીવાર માટે હાંફળાફાંફળા બની ગયા હતા.

બાદમાં આદમભાઇનુ ધ્યાન ઘરેણાની પોટલી પર પડતા તેણે સાચવીને રાખી મુકી હતી. તાબડતોબ દેવરાજભાઇ આદમભાઇની દુકાને આવ્યા હતા. જયાં આદમભાઇએ તેઓને ખાતરી કરી ઘરેણાની પોટલી પરત કરી પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.