તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દનાક ઘટના: અમરેલીમાં મકાનમાં આગ લાગતા ચાર ભડથું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહેલી સવારે ગેસ લીકેજના કારણે બની ઘટના
અમરેલીમાં આજે વહેલી સવારે ટાવર નજીક એક મુસ્લીમ યુવકના ઘરમાં ગેસ લસકેજના કારણે અચાનક આગ ભભુકી ઉઠતા ચાર લોકો જીવતા જ ભડથુ થઇ ગયા હતા. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહીંના હનીફભાઇ ઇબ્રાહીમભાઇના મકાનમાં આજે વહેલી સવારે આ આગ લાગી હતી. જેને પગલે અહીં ટોળા એકઠા થઇ ગયા હતાં. જેમાં હનીફભાઇના પિતા, પત્ની અને બે સંતાનો મૃત્યુ પામ્યા હતાં.
જ્યારે હનીફભાઇ દાજી જતા સારવાર માટે અમરેલી સીવીલમાં ખસેડાયા હતાં. લોકોએ રાડો પાડી કહેવા છતાં તેમના પત્નીએ બાળકો સાથે ઉપરના માળેથી નીચે ઠેકડો માર્યો ન હતો અને આખરે મોતને ભેંટ્યા હતાં.

આગની દર્દનાક તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
તસવીરો: દિલીપ રાવળ