તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માજી ધારાસભ્ય ખોડિદાસ ઠક્કરના પત્નીનું સળગી જતા મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃધ્ધાવસ્થામા એકલવાયુ જીવન જીવતા હતા : મંદિરમા દિવા-બતી કરતા ઘર સળગ્યું
લીલીયા તાલુકાના ગુંદરણ ગામે સ્વાતંત્ર્ય સેનાની અને સદ્દગત માજી ધારાસભ્ય ખોડીદાસભાઇ ઠક્કરના ધર્મપત્નીનુ ઘરમા આગ લાગતા સળગી જવાથી દિવાળીના દિવસે જ મોત થયુ હતુ. વૃધ્ધાવસ્થામા તેઓ એકલા રહેતા હતા અને ભગવાનને દિવાબતી કરતા કપડાને ઝાળ લાગતા દાઝી ગયા હતા.
દિવાળીના પાવન તહેવાર પર જ લીલીયાના ગુંદરણ ગામે આ ઘટના બની હતી. લાઠી લીલીયા વિસ્તારના માજી ધારાસભ્ય સદ્દગત ખોડીદાસભાઇ ઠક્કરના ધર્મપત્ની ચંપાબેન (ઉ.વ.૮૦)નુ દાઝી જવાથી મોત થયુ હતુ. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર તેઓ સવારે મંદિરમા દિવાબતી કરી રહ્યાં હતા તે સમયે આ ઘટના બની હતી.
મંદિરમા દિવાબતી કરતી વખતે અચાનક જ દિવાની જાળ તેમના કપડાને લાગી હતી. અને જેને પગલે કપડા અને ખાટલા જેવી વસ્તુઓ સળગી ઉઠી હતી. પરિણામે ઘટના સ્થળે જ તેમનુ મોત થયુ હતુ. બનાવની જાણ થતા જ તેમના સગાસંબંધીઓ ગુંદરણ દોડી આવ્યા હતા અને લીલીયા પોલીસને પણ જાણ કરવામા આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ખોડિદાસભાઇ ઠક્કર આજીવન સેવાના ભેખધારી રહ્યાં હતા અને તેમના પત્ની પણ સેવાકાર્યોમા સતત તેમની પડખે રહ્યાં હતા. માજી ધારાસભ્ય હોવા છતા તેઓ લોટ દળવાની ઘંટી ચલાવી પોતાના ઘરનુ ગુજરાન ચલાવતા હતા. અને હાલમા તેમના પત્ની પણ આ ઘંટી મારફત પોતાના જીવનનો ગુજારો કરતા હતા.