તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહો આશ્ચર્યમ્ : નદીનાં પાણીમાં આગ ભભૂકી, ઉમટ્યા લોકોનાં ટોળાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમરેલીમાં વડી નદીના પાણીમાં આગ ભભૂકી
- ગંભીર બેદરકારી દાખવી પાણીને દૂષિત કરનારાઓ સામે કોઇ પગલા નહી
-
દૂર્ઘટના : ફેકટરીમાંથી નદીના પાણીમા કેમીકલ છોડાતા બની કૌતુકભરી ઘટના

અમરેલીમા આજે સવારના સમયે અચાનક જ વડી નદીના પાણીમા આગ ભભુકી ઉઠતા આ કૌતુક ભરી ઘટના નીહાળવા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. અહી કુંકાવાવ રોડ પર એક ફેકટરીમાથી નદીના પાણીમા કેમીકલ છોડવામા આવ્યા બાદ કોઇ રીતે તેમા આગ ભભુકી ઉઠી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે અહી દોડી જઇ આગને કાબુમા લીધી હતી. આ ફેકટરીમા રબ્બર ઓગાળવાની કામગીરી કરવામા આવતી હોવાનુ કહેવાય છે. આગની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર બની હતી.

અહી કેડીલા કેબલ ઇન્ડસ્ટ્રીઝનુ પાટીયુ મારી ચલાવવામા આવતી એક ફેકટરીમાંથી છોડવામા આવેલા કેમીકલના કારણે આ આગની ઘટના બની હતી. એવુ કહેવાય છે કે આ ફેકટરીમા ટાયર અને કેબલનુ રબ્બર ઓગાળવામા આવે છે અને તેમા આ કેમીકલનો ઉપયોગ કરવામા આવે છે.

આગળ જુઓ શું કારણ છે આગ લાગવાનું