લાઠીમાં કોલ્ડ્રીંક્સની દુકાનમાં આગ ભભૂકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગ કયાં કારણોસર લાગી તે માટે પોલીસે તજવીજ હાથ ધરી

લાઠી શહેરમાં બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એક કોલ્ડ્રીંકસની દુકાનમાં ગતરાત્રીના અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગના કારણે દુકાનમાં કેટલીક ચિજવસ્તુઓ સળગીને ખાક થઇ ગઇ હતી. આગ કયાં કારણોસર લાગી તે જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે. દુકાનમાં આગની આ ઘટના ગઇકાલે લાઠીમાં બની હતી.
અહીના સિવીલ હોસ્પિટલ અને બસ સ્ટેન્ડ રોડ પર આવેલ રાકેશભાઇ લાડોલાની બાપા સીતારામ કોલ્ડ્રીંકસની દુકાનમાં ગતરાત્રીના અચાનક આગ ભભુકી ઉઠી હતી. કોઇ કારણોસર આગ ભભુકી ઉઠતા દુકાનમાં કેટલીક ચિજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી.


બાદમાં રાકેશભાઇને આ અંગે જાણ થતા તેઓ દ્વારા લાઠી પોલીસને જાણ કરવામા આવી હતી. આગ કયાં કારણોસર લાગી તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. આગના કારણે અંદાજિત હજારોનુ નુકશાન થયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે.