તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Eventually The Party Presidency Mansukhbhai Voted Sukhadiya

આખરે જિલ્લા ભાજપ પ્રમુખપદે મનસુખભાઇ સુખડીયાની વરણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોકસભાની ચૂંટણીમાં જુથવાદ ન નડે તેની તકેદારી રાખવા પ્રદેશ ભાજપનો પ્રયાસ ?

અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખપદે બે ટર્મ સુધી ડૉ. ભરતભાઇ કાનાબારે સેવા બજાવ્યા બાદ હવે પ્રદેશ ભાજપ દ્વારા જીલ્લા ભાજપ પ્રમુખપદે મનસુખભાઇ સુખડીયાની વરણી કરવામાં આવતા આજે જીલ્લા ભાજપ કાર્યાલયે તેમનો આવકાર સમારોહ યોજાયો હતો. જેમાં ટોચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

પૂર્વ કૃષિમંત્રી સંઘાણીના જુથ દ્વારા પ્રમુખપદે સુખડીયાના નામનો આગ્રહ રખાયો હતો ત્યારે આગામી લોકસભાની ચુંટણીમાં યાદવાસ્થળી ન સર્જાય તે માટે આ નામ પર સર્વ સંમતી થયાનું ભાજપ કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યુ છે.

અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખપદની વરણી લાંબા સમય સુધી અટકી પડ્યા બાદ આખરે ગઇકાલે પ્રદેશ ભાજપ દ્વારા આ પદ પર ખાંભા પંથકના ભાજપના કાર્યકર મનસુખ સુખડીયાની વરણી કરવામાં આવી હતી. આજે જીલ્લા ભાજપ કાર્યાલયે દિલીપ સંઘાણી, ડૉ. ભરતભાઇ કાનાબાર, શરદભાઇ લાખાણી વગેરેની ઉપસ્થિતિમાં તેમણે પોતાના કામકાજનો પ્રારંભ કર્યો હતો. પાછલી બે ટર્મથી જીલ્લા ભાજપના પ્રમુખપદે સફળતા પૂર્વક કામગીરી પુરી કરનાર ડૉ. ભરત કાનાબારે કાર્યાલયનો કાર-ભાર તેમને સોપ્યો હતો.

મનસુખભાઇ સુખડીયાનું નામ આમ તો ભાજપ વર્તુળમાં પણ ઓછુ જાણીતુ છે. પરંતુ જીલ્લા ભાજપના સ્પષ્ટ રીતે સખળ ડખળ ચાલી રહ્યુ છે ત્યારે દિલીપ સંઘાણીના જુથે મનસુખભાઇને પ્રમુખ બનાવાય તેવો છેક સુધી આગ્રહ રાખ્યો હતો. આ નામ પર સંમતી થતી ન હોય અત્યાર સુધી પ્રમુખપદની વરણી લટકી પડી હતી.