તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Eventually Guess Taluka Panchayat Suparasida, Four Times The Budget Was Rejected

આખરે ધારી તાલુકા પંચાયત સુપરસીડ, ચાર વખત બજેટ નામંજૂર થયુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રમુખ રૂડાણી સામે બહુમત સભ્યોના અસંતોષથી ચાર વખત બજેટ નામંજૂર થયુ હતું

ધારી તાલુકા પંચાયતના પ્રમુખ સામે બહુમત સભ્યોમાં નારાજગી પ્રવર્તતી હોય અને બહુમત સભ્યો દ્વારા અગાઉ ચાર ચાર વખત બજેટ નામંજુર કરવામાં આવ્યુ હોય આ મામલો વિકાસ કમિશનર સમક્ષ જતા છેવટે વિકાસ કમશિ્નર દ્વારા ધારી તાલુકા પંચાયતને સુપરસીડ કરી દેવામાં આવેલ છે. જેને પગલે સ્થાનિક પંચાયતના રાજકારણમાં ભારે ગરમાવો આવી જવા પામેલ છે. હવે તાલુકા પંચાયતમાં વહીવટદારની નિમણુંક થશે.

ધારી તાલુકા પંચાયતના સભ્યોમાં આંતરીક ડખ્ખો ચરમસીમાએ પહોંચતા હવે તમામ સભ્યોને ઘરે બેસી જવાનો વારો આવ્યો છે. અહિં ભાજપ-કોંગ્રેસના સભ્યો સાથે મળીને સાશન ચલાવતા હતા અને પ્રમુખ તરીકે કાંતીલાલ રૂડાણીની અગાઉ વરણી કરવામાં આવી હતી. જો કે ધીમે ધીમે પ્રમુખ કાંતીભાઇ રૂડાણીની કાર્યશૈલી સામે પંચાયતના સભ્યોમાં અસંતોષ ઉભો થયો હતો અને એક તબક્કે બહુમત સભ્યોએ વિરોધમાં જઇ અવિશ્વાસની દરખાસ્ત પણ મુકી હતી.

જો કે પુરતી બહુમતીના અભાવે આ દરખાસ્ત પસાર થઇ ન હતી. આમ છતાં પ્રમુખની કાર્યપધ્ધતિમાં ફેરફાર ન થતા અને વાર્ષીક બજેટનો સમય આવી પહોંચતા પ્રમુખથી અસંતુષ્ટ સભ્યોએ તક ઝડપી હતી. તાલુકા પંચાયતની બજેટ માટે મળેલી જુદી જુદી ત્રણ સભામાં બહુમત સભ્યો દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪નું બજેટ નામંજુર કરી દેવામાં આવ્યુ હતું. ત્યારબાદ તેમને વધુ એક તક આપવામાં આવી હતી.

પરંતુ ચોથી વાર પણ બજેટ નામંજુર થયુ હતું. વિકાસ કમિશનર સમક્ષ ઉપપ્રમુખ રૂડાણીએ બજેટ મંજુર થઇ જશે તેમ કબુલ્યુ હતું પરંતુ બજેટ મંજુર થયુ ન હતું. આખરે મામલો વિકાસ કમશિ્નર સમક્ષ ચલાવવામાં આવતા ગઇકાલે વિકાસ કમશિ્નર દ્વારા ધારી તાલુકા પંચાયતની સુપરસીડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

- અગાઉ અવિશ્વાસની દરખાસ્ત પણ આવી હતી

કાન્તીભાઇ રૂડાણી સામે સભ્યોમાં રોષ હોય ચાર વખત બજેટ નામંજુર થવા ઉપરાંત અગાઉ અવિશ્વાસની દરખાસ્ત પણ તેમની સામે મુકાઇ હતી. ભાજપના આઠેય સભ્યો દ્વારા જીલ્લા ભાજપ પ્રમુખ પાસે કાંતીભાઇને બદલવાની માંગ કરાઇ હતી. તેની આ માંગ ન સંતોષાતા અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી. પરંતુ તે વખતે ૨/૩ સભ્યો ન થતા આ દરખાસ્ત ઉડી ગઇ હતી.

- ચુકાદો શિરોમાન્ય અદાલતમાં નહી જાઉં-રૂડાણી

બનાવ અંગે તાલુકા પંચાયતના પ્રમુખ કાંતીભાઇ રૂડાણીએ જણાવ્યુ હતું કે ચુકાદો શીરોમાન્ય ગણુ છું. તેને અદાલતમાં નહી પડકારાય. મને છેલ્લી વખત ગાંધીનગર બોલાવાયો ત્યારે જ મે કહ્યુ હતું, નવી મુદત નથી જોઇતી ચુકાદો સંભળાવી દો. તેમણે એમ પણ કહ્યુ હતું કે ભાજપના જ સભ્યોએ ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોય શિસ્તભંગના પગલા લેવા માંગ કરાઇ છે.