અમરેલીમાં દિવાળીનું કાઉન્ટ ડાઉન : બજારમાં રોનક દેખાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રકાશનું પર્વ| શહેરમાં રોશનીથી ઝગમગાટ
- ચાઇનીઝ લાઇટ્સોનું વિશેષ આકર્ષણ : લેસર લાઇટ્સોનું વેચાણ વધારે

અમરેલી: દિપાવલીનું પર્વ હવે નજીકમાં છે. દિવાળીના દિવસે લોકો પોતાના ઘરે અને દુકાને અવનવી રોશનીઓ લગાવી શણગાર કરતા હોય છે. હાલ અમરેલીની બજારમાં આવી જ અવનવી વેરાયટીઓમાં રોશનીઓનુ ધુમ વેચાણ થઇ રહ્યું છે. ચાઇનીઝ રોશનીની પણ અનેકવિધ વેરાયટીઓ બજારમાં મળી રહી છે. હાલ લોકો રોશનીની ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે.

અમરેલીની બજારમાં વિવિધ વેરાયટીઓમાં રોશની મળી રહી છે. આ ઉપરાંત લેસર લાઇટ્સનું પણ ધુમ વેચાણ થઇ રહ્યું છે. બજારમાં ખાસ કરીને ચાઇનીઝ લાઇટ્સનું વિશેષ વેચાણ થઇ રહ્યું છે. દિપાવલીના દિવસે લોકો પોતાનુ તેમજ દુકાન અવનવી રોશનીથી શણગારે છે. અમરેલી શહેરમાં રાત્રીના સમયે લોકો ખાસ રોશની જોવા નીકળી પડે છે.

હાલ બજારમાં આવેલી અનેક ઇલેકટ્રીકસની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો અહી લાઇટ્સની ખરીદી કરવા માટે આવે છે. ખાસ કરીને લોકો લેસર લાઇટ્સની વધુ ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે. બજારમાં રૂ. 250 થી લઇ 700 ઉપરાંતના ભાવની અવનવી લાઇટ્સોનું વેચાણ કરવામા આવી રહ્યું છે.

દિવાળી તહેવારને થોડા દિવસની વાર હોય ત્યારે જ લોકો દ્વારા લાઇટ્સની ખરીદી કરી લેવામા આવે છે અને ઘર કે દુકાન પર અવનવી રોશની લગાવી દેવામા આવે છે. દિવાળીની રાત્રીએ લોકો રોશનીનો આ નજારો નીહાળે છે. હાલ તો લોકો ખરીદીમાં વ્યસ્ત બન્યાં છે.