જાફરાબાદમાં કબ્રસ્તાનની જમીનની સાફ સફાઇના મુદે બે જૂથ વચ્ચે બઘડાટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પથ્થર અને તલવાર વડે મારામારી થતા ત્રણ વ્યક્તિને ઇજા

જાફરાબાદમાં મુસ્લીમ સમાજના કબ્રસ્તાનની જમીન સાફ સુફ કરવાના મુદે બોલાચાલી થતા ચાર શખ્સોએ અહિંના મુસ્લીમ વૃધ્ધ સહિ‌ત બે વ્યક્તિને માર મારી તલવાર વડે ઇજા પહોંચાડતા પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. જ્યારે સામાપક્ષે પણ પત્થર દ્વારા માર માર્યાની ફરીયાદ થઇ હતી.

જાફરાબાદમાં તુકીર્ મહોલ્લામાં મારામારીની આ ઘટના ગઇકાલે બપોરે અઢી વાગ્યાના સુમારે બની હતી. અહિં રહેતા બસીરભાઇ ઇબ્રાહિ‌મભાઇ તુકીર્ (ઉ.વ. ૬૩) નામના વૃધ્ધે આ બારામાં અમી સુલેમાન, ઝાવીદ અમી, બસીર અમી અને તાહીર ઇમુદીન સામે આ ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે તેઓ સમાજના અન્ય લોકો સાથે કબ્રસ્તાનની જમીન સાફ સુફ કરાવતા હતા ત્યારે તેમાં રૂકાવટ કરી છુટ્ટા પત્થરના ઘા મારી ઇજા પહોંચાડી હતી. એટલુ જ નહી તલવારનો ઘા મારી ઘાયલ કર્યા હતાં. પીએસઆઇ એસ.વી. આચાર્ય બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

આવી જ રીતે સામાપક્ષે ખાતમાબેન મહેબુબભાઇ ભટ્ટી (ઉ.વ. ૩પ) નામની મહિ‌લાએ બસીરભાઇ ઇબ્રાહીમભાઇ સહિ‌ત ચાર શખ્સો સામે આ જ મુદે બોલાચાલી કરી છુટા પત્થરના ઘા મારી તેના સસરાને ઇજા પહોંચાડવા સબબ જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.