તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Chital Village Jininga Factory Machine To The Woman's Death

ચિત્તલ ગામે જીનીંગ ફેકટરીના મશીનમાં આવી જતા મહિલાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મજુર મહિલા કપાસ ઠાલવતી વખતે અચાનક કન્વેયર પર પટકાઇ

અમરેલી તાલુકાના ચિત્તલ ગામની એક કોળી પરિણીતા અહિંની દેસાઇ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામની જીનીંગ ફેકટરીમાં કામ કરી રહી હતી તે વખતે અકસ્માતે પગ લપસતા કન્વેયર પર પટકાઇ હતી અને મશીનમાં આવી જતા માથામાં ગંભીર ઇજા થવાથી તેનું મોત થયુ હતું. અમરેલી સિવીલમાં આ મહિલાની લાશનું પીએમ કરાયુ હતું.

મજુર મહિલાના મોતની આ ઘટના આજે અમરેલી તાલુકાના ચિત્તલ ગામે બની હતી. ચિત્તલના લાલજીભાઇ વશરામભાઇ દેસાઇ અહિં દેસાઇ કોટન ઇન્ડસ્ટ્રીઝના નામે જીનીંગ ફેકટરી ચલાવે છે. અહિંનો ભાવેશ ગીરધરભાઇ રંગપરીયા (ઉ.વ. ૨૫) નામનો કોળી યુવાન અને તેની પત્ની મનિષા (ઉ.વ. ૨૨) આ જીનીંગ ફેકટરીમાં મજુરી કામ કરે છે.

આજે મનિષાબેન કપાસીયા કાઢવા માટે કપાસ કન્વેયર પર નાખવાનું કામ કરી રહ્યા હતાં તે સમયે અકસ્માતે તેમનો પગ લપસતા તેઓ કન્વેયર બેલ્ટ પર પટકાયા હતાં અને બાદમાં મશીનમાં આવી જતા તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

લોહી લુહાણ હાલતમાં આ મહિલાને સારવાર માટે અમરેલીની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમીયાન મોત થયુ હતું. મૃતક મહિલાના પતિ ભાવેશ ગીરધર રંગપરાએ આ બારામાં પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.