રાજુલાનાં આંગણવાડીના ૯ હજાર બાળકો પૌષ્ટિક આહાર વિહોણા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એક વર્ષથી સીડીપીઓની જગ્યા વણપુરાયેલી

રાજુલા તાલુકામા સરકાર દ્વારા ૧૭૦ જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. આંગણવાડીમા નવ હજાર જેટલા બાળકોની સંખ્યા પણ છે. અહી પાછલા કેટલાક સમયથી સીડીપીઓની જગ્યા વણપુરાયેલી હોય જેના કારણે આંગણવાડીઓનો વહીવટ કથળી ગયો છે. દિવાળી વેકેશન પુર્ણ થયા બાદ પણ હજુ અનેક આંગણવાડીઓમા તાળા જોવા મળી રહ્યાં હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

સરકાર દ્વારા બાળકોને પુરતા પ્રમાણમા પોષ્ટિક આહાર મળી રહે તે હેતુથી યોજનાઓ બનાવવામા આવે છે. પરંતુ રાજુલા તાલુકાની આંગણવાડીઓનો વહીવટ કથળીને ખાડે ગયો છે. અહી પાછલા કેટલાક સમયથી સીડીપીઓની જગ્યા પણ વણપુરાયેલી હોવાથી આંગણવાડીઓનુ ચેકીંગ પણ થઇ શકતુ નથી.
અમુક પછાત વિસ્તારમાં તો સરકાર દ્વારા નવી આંગણવાડીઓ ખોલવાની પણ મંજુરી આપી છે અને શાળામા રમતગમતના સાધનો પણ ફાળવવામા આવ્યા છે.

તાલુકામા ૧૭૦ જેટલી આંગણવાડીઓ હાલ કાર્યરત છે. તેમ છતા આંગણવાડીઓના સંચાલકો દ્વારા મનફાવે ત્યારે આંગણવાડી ખોલવામા આવે છે. અહી સીડીપીઓની જગ્યા વણપુરાયેલી હોવાથી આંગણવાડીઓનો વહીવટ કથળી ગયો છે. હાલ ચાર્જ સુપરવાઇઝરને સોંપવામા આવ્યો છે. પરંતુ અહી વાહનની સગવડતા પણ ન હોવાથી આંગણવાડીઓનુ ચેકીંગ થઇ શકતુ નથી.

દિવાળી વેકેશન પુર્ણ થયા બાદ પણ હજુ તાલુકાના અનેક ગામોની આંગણવાડીઓ ખુલી નથી. જેના કારણે આંગણવાડીઓમા આવતા બાળકોને પોષ્ટિક આહાર મળી શકતો નથી. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.