લાઠીનાં યુવાનનો અનોખો પક્ષીપ્રેમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લાઠીનાં યુવાનનો અનોખો પક્ષીપ્રેમ
- દેશ વિદેશના અનેક પક્ષીઓ પાળી માવજત કરી રહ્યાં છે


લાઠીમા રહેતા એક યુવાનને નાનપણથી જ પક્ષીઓ પ્રત્યે અનેરો પ્રેમ છે. તેઓએ દેશ વિદેશના જુદીજુદી જાતના અનેક પક્ષીઓને પાળી માવજત કરી રહ્યાં છે. સવારમા ઉઠતાની સાથે જ તેઓ પક્ષીઓને ચણ, પાણી આપી આખો દિવસ તેની માવજતમા વ્યસ્ત બની જાય છે. તેમના આ પક્ષી પ્રેમની સૌકોઇ ચર્ચા કરી રહ્યાં છે. લાઠીમા રહેતા અનુભાઇ સેતા નામના યુવાન નાનપણથી જ પક્ષીઓ પ્રત્યે અનેરો પ્રેમ ધરાવે છે.

નાનપણથી જ તેઓ અનેક જાતના પક્ષીઓ પાળી તેની માવજત કરી રહ્યાં છે. ધીમેધીમે તેનો આ પ્રેમ વધતા તેઓએ ઓસ્ટ્રેલીયન જાતિના જાવા ચકલી, ઝીબ્રા ચકલી, લવબર્ડ, કોકેટીલ, ઉડાન કબુતર, ચિત્રાલાલ, મારવાડા, કલદુંબા સહિ‌તના પક્ષીઓ પાળ્યા છે. તેઓ સવારથી જ આ પક્ષીઓની માવજતમા લાગી જાય છે. સવારમાં તમામ પક્ષીઓને ચણ ખવડાવી પાણી આપી બાદમા તેઓ નાસ્તો કરે છે. તેઓએ ફેન્સી કબુતર, સીરાજીત, સુર્યમુખી, નકાબપોશ, કોલીયાર, લાકાપંખવાલા સહિ‌તના કબુતરો પણ પાળ્યા છે. તેઓના આ પક્ષી પ્રેમની શહેરમાં સૌ કોઇ લોકો ચર્ચા કરતા નજરે પડી રહ્યાં છે.

પક્ષીઓને ચણ આપ્યા બાદ જ તેઓ જમે છે

અનુભાઇનો પક્ષી પ્રત્યેનો અનેરો પ્રેમ હોય તેઓ સવારમા ઉઠી પક્ષીઓને ચણ આપ્યા બાદ જ ચા પીએ છે આ ઉપરાંત બપોરે અને સાંજના સમયે તેઓ સૌપ્રથમ તમામ પક્ષીઓને ચણ અને પાણી પીવડાવ્યા બાદ જ જમે છે.