અમરેલી: રાજુલામાં ટ્રક હડફેટે સાયકલ સવાર મુસ્લિમ કિશોરનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: મૃતક યુવાન ઘટનાસ્થળે અને ટ્રક જેની સાથે અકસ્માત થયો)
- રાજુલામાં ટ્રક અડફેટે સાઇકલ સવાર મુસ્લિમ કિશોરનું મોત
- સાઇકલ પાછળ કૂતરું દોડતા ફંગોળાયેલો કિશોર ટ્રક નીચે કચડાયો

રાજુલા: રાજુલામાં આજે રેલવે સ્ટેશન પાસે એક મુસ્લિમ કિશોર સાયકલ લઇને જતો હતો ત્યારે કુતરૂ પાછળ દોડતા તે સાયકલ પરથી ફંગોળાયો હતો અને બાજુમાંથી પસાર થતો ટ્રક તેના પર ફરી વળતા આ કિશોરનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકમા તોડફોડ કરી હતી જેને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. રાજુલામાં અકસ્માતની આ ઘટના આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે મહુવારોડ પર આવેલ રેલવે સ્ટેશન પાસે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજુલાના સમીર જાવેદભાઇ જોખીયા (ઉ.વ.14)નામનો ધોરણ 9મા અભ્યાસ કરતો કિશોર અકસ્માતમાં મોતને ભેટયો હતો. આ કિશોર અહીથી સાયકલ લઇને જતો હતો. ત્યારે અચાનક કુતરાએ સાયકલ પાછળ દોટ મુકતા તે ફંગોળાઇને રોડ પર પટકાયો હતો.

આ સમયે ત્યાંથી સિમેન્ટ ભરેલો ટ્રક નંબર જીજે ડબ્લ્યુ 1861 અહીથી પસાર થતો હોય ટ્રકનુ પાછલુ ટાયર તેના પર ફરી વળ્યુ઼ હતુ. જેના કારણે આ કિશોરનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતુ. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકી નાસી છુટયો હતો. ઘટનાની જાણ થતા અહી મોટી સંખ્યામા લોકો એકઠા થઇ ગયા હતા. અને ભારે હોબાળા વચ્ચે ટ્રકમાં તોડફોડ પણ કરવામા આવી હતી. જો કે બાદમાં અહી પોલીસ અને મુસ્લિમ સમાજના પ્રમુખ નુરાભાઇ ભોકીયા, પુર્વ પ્રમુખ મહેબુબભાઇ જોખીયા, ઉસ્માનભાઇ, જાફરભાઇ, પીએસઆઇ બાબી વિગેરે ત્યાં દોડી ગયા હતા. અને મામલો થાળે પાડયો હતો.
આગળ ક્લિક કરો અને જુઓ અકસ્માતની વધુ તસવીરો..
(તમામ તસવીર: (દિલીપ રાવલ, અમરેલી)