ચાઇનીઝ રમકડું + મોબાઇલની બેટરી = વિસ્ફોટ, માતા-પુત્ર ઘાયલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધારીમાં કિશોરે ચાઇનીઝ રમકડા સાથે મોબાઇલની બેટરી લગાવી રમતરાળા કરતા વિસ્ફોટ થયો

ધારીમાં આજે એક દલિત કિશોર મોબાઇલની બેટરી કાઢી ચાઇનીઝ રમકડાઓમાં ભરાવી રમતરાળા કરતો હતો ત્યારે પ્લગમાં પીન ભરાવતા જ ધડાકાભેર બેટરી ફાટી હતી. જેને પગલે આ કિશોર અને તેની માતા ઘાયલ થઇ જતા બંનેને સારવાર માટે અમરેલીની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ કિશોરને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે તેની માતાને સામાન્ય ઇજા પહોંચી હતી.

ચાઇનીઝ રમકડા સાથે લગાવેલી મોબાઇલની બેટરી ફાટવાની આ ઘટના આજે ધારીમાં બની હતી. અહીનો મયુર રમેશભાઇ માધડ (ઉ.વ.૧૩) નામનો દલિત કિશોર પોતાની માતા પારૂલબેન (ઉ.વ.૩૨) સાથે ઘરે હતો ત્યારે તેણે ઘરનો મોબાઇલ લઇ રમતરાળા ચાલુ કર્યા હતા. આ કિશોરે મોબાઇલની બેટરી કાઢી રમકડાઓ સાથે તેનુ જોડાણ કર્યું હતુ.


- ફાટેલી બેટરી અને રમકડા લઇ દવાખાને પહોંચ્યા, વિસ્ફોટ સાથે ઘરમાં ધુમાડો છવાઇ ગયો : વાંચવા ફોટો સ્લાઇડ કરો....