બાબરાનાં જીવનપરા વિસ્તારમાં એક નિલગાયનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વનવિભાગનો સટફ ઘટના સ્થળે દોડી ગયો : અકસ્માતે નીલગાયનુ મોત નિપજ્યાનુ પ્રાથમિક તારણ

બાબરાના જીવનપરા વિસ્તારમાં એક નિલગાયનુ મોત નિપજ્યું હતુ. આ અંગે વનવિભાગને જાણ થતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગ દ્વારા પશુ ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણમાં આ નીલગાયનુ અકસ્માતના કારણે મોત થયુ હોવાનુ મનાય રહ્યું છે.

જીવનપરા વિસ્તારમાં આવેલા નવા બગીચા પાસે રહેણાંક વિસ્તારમાં એક નીલગાયનુ મોત થયુ હતુ. આ અંગે વનવિભાગને જાણ થતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અને મૃતદેહ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગે અહી પશુ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા.

વનવિભાગ દ્વારા નીલગાયના મોત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ નીલગાય અહી છેક રહેણાંક વિસ્તાર સુધી કેમ આવી ગઇ ? વનવિભાગના કર્મચારી મોરડીયાભાઇએ પ્રાથમિક તારણ આપતા જણાવ્યુ હતુ કે કદાચ આ નીલગાયનુ અકસ્માતના કારણે મોત નિપજ્યું હશે.