તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા: જુની કાતરના કાઠી યુવાન પર છરીના ઘા ઝીંકાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અગાઉ થયેલી મારામારીના મનદુખમાં ચાર શખ્સોએ હુમલો કર્યો
રાજુલા તાલુકાના જુની કાતર ગામે થોડા દિવસ પહેલા થયેલી મારામારી અને તેના મનદુખના કારણે ચાર શખ્સોએ કાઠી યુવાન પર ખુની હુમલો કરી પડખામા તથા હાથ પર છરીના ઘા ઝીંકી દઇ ઇજા પહોંચાડતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો છે.
કાઠી યુવાન પર છરી વડે હુમલાની આ ઘટના ગઇકાલે મોડીસાંજે આઠેક વાગ્યાના સુમારે રાજુલા તાલુકાના જુની કાતર ગામે બનવા પામી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જુની કાતર ગામના દિલુ દાદભાઇ બોરીચા (ઉ.વ.૨૬) નામના કાઠી યુવાન પર તે જ ગામના વનરાજ બાબભાઇ, ભગીરથ બાબભાઇ, ઉમેશ બાબભાઇ અને જયતુ ભીમભાઇ નામના શખ્સોએ આ હુમલો કર્યો હતો. બંને પક્ષો વચ્ચે અગાઉ મારામારી થઇ હતી. જે અંગે પોલીસ ફરિયાદ પણ કરવામા આવી હતી.
આ પોલીસ ફરિયાદનુ મનદુખ રાખી ચારેય શખ્સોએ દિલુ બોરીચાને પડખામા તથા હાથ પર છરીના ઘા મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. તેણે આ બારામા ચારેય શખ્સો સામે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્સ્ટેબલ વાય.બી.બારોટ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો