તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી નજીકથી દસ બળદને કતલખાને જતાં બચાવી લેવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મુંબઇના ત્રણ શખ્સો બિલખાથી બળદને ટ્રકમાં ભરી લઇ જતા હતાં

અમરેલી પંથકમાં અગાઉ મોટા પ્રમાણમાં ઢોરની હેરાફેરી ઝડપાઇ ચુકી છે. આમ છતાં પશુઓને ગેરકાયદે કતલખાને ધકેલતા તત્વો તેની પ્રવૃતિ બંધ કરતા નથી. અમરેલીના ગૌપ્રેમીઓને બિલખા ગામેથી મહારાષ્ટ્ર પાસીંગના એક આઇસર ટ્રકમાં ૧૦ બળદોને ગેરકાયદે કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા ગઇ મધરાત્રે આ ગૌપ્રેમીઓએ અમરેલી નજીક આઇસર ટ્રકને આંતરી દસ બળદોને બચાવી લીધા હતાં. પોલીસ દ્વારા મુંબઇના ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ બળદોને કતલખાને લઇ જવા ક્યાંથી લેવાયા હતા તે અંગે પૂછપરછ હાથ ધરી છે. અમરેલી જિલ્લાભરમાં પશુઓની ગેરકાયદે કતલ અને હેરાફેરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે.

અગાઉ જીવદયા પ્રેમીઓ અને પોલીસ દ્વારા અનેક વખત આવી પ્રવૃતિ કરતા તત્વોને ઝડપી લેવામાં આવ્યા છે. આમ છતાં આ પ્રવૃતિ અટકવાનું નામ લેતી નથી. ગઇકાલે મધરાત્રે સાડા ત્રણેક વાગ્યાના સુમારે આ દસ બળદોને અમરેલી નજીકથી બચાવાયા હતાં. અમરેલીના ઘનશ્યામ નગરમાં રહેતા ગૌપ્રેમી રૂત્વીક કિશોરભાઇ ગઢાદરા, શીવસેનાના કમલેશભાઇ પંડયા વિગેરે કાર્યકરોને માહિ‌તી મળી હતી કે બિલખામાંથી એમએચ ૪૩ યુ ૯૩૪૪ નંબરના આઇસર ટ્રકમાં દસ બળદોને કતલખાને ધકેલાઇ રહ્યા છે.

આ જીવદયા પ્રેમીઓ દ્વારા મધરાત્રે અમરેલી-ધારી રોડ પર બાયપાસ પર વોચ ગોઠવવામાં આવી હતી અને આ આઇસર ટ્રક નિકળતા તેને અટકાવી તમામ દસ બળદોને બચાવી લેવામાં આવ્યા હતાં. તેમાં બેઠેલ મુંબઇના બે ખાટકી શખ્સો ફરહાન અસ્લમ શેખ, મહમ્મદ ફકરૂદિન સૈયદ અને ડ્રાઇવર અફઝલશેખ બરકતઅલીને ઝડપી અમરેલી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતાં. પોલીસે તેની ધરપકડ કરી ટ્રક પણ કબજે લેવાયો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બળદોને અમરેલીની પાંજરાપોળમાં મોકલી અપાયા

જીવદયા પ્રેમીઓએ અમરેલી નજીકથી ઝડપી પાડેલા આ તમામ દસ બળદોને અમરેલીના જેશીંગપરામાં આવેલી પાંજરાપોળમાં મોકલી અપાયા હતાં. અમરેલી પાંજરાપોળમાં આજદિન સુધીમાં આ રીતે કતલખાને જતા બચાવી લેવાયેલા ૮૧૦ બળદને આશરો અપાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો