• Gujarati News
  • Amreli MP Questing In Loksabha For Fisherman Realise From Pakistan Jail

પાકિસ્તાની જેલમાં બંદીવાન માછીમારોને બોટ સાથે છોડવો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંસદ નારણભાઇ કાછડીયાએ લોકસભામાં રજુઆત કરી
પાકિસ્તાન દ્વારા માછીમારોને તેની બોટ સાથે છોડવામાં આવે તે માટે કેન્દ્ર સરકારે યોગ્ય પગલા લેવા અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ લોકસભામાં રજુઆત કરી છે. ગુજરાત રાજયમાં પાકિસ્તાનને સંલગ્ન લગભગ ૧૬૦૦ કિમી જેટલી સમુદ્રી સીમા આવેલ છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ સંવેદનશીલ છે.
સાંસદ નારણભાઇ કાછડીયા રજુઆત કરતા જણાવ્યું હતુ કે માછીમારોએ માછલી પકડવાના યોગ્ય સ્થળ માટે જખૌ સુધી જવુ પડે છે. જે ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇનથી ખુબ જ નજીક છે. જયાં પાકિસ્તાની મરીન સીકયુરીટી એજન્સી ઘણી વખત ભારતીય માછીમારોને બોટ સહિ‌ત પકડી લે છે. વર્ષ ૧૯૯૪-૯પથી લઇને વર્ષ ૨૦૧૧-૧૨ સુધીમાં પાકિસ્તાને ૪પ૨૯ જેટલા ભારતીય માછીમારોને પકડયા છે. જેમાંથી હજુ સુધી ૪૧૪૧ જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલ છે. જયારે હજુ સુધી ૩૮૮ જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંદી પડેલ છે.
વર્તમાન સમયમાં એવી કોઇ સીસ્ટમ નથી કે જેના દ્વારા માછીમારોને તેની સજા ભોગવ્યા બાદ તાત્કાલિક છોડી દેવામાં આવે. આ બાબતે કેન્દ્ર સરકાર સાથે કેટલાય સ્તરે પત્ર વ્યવહાર તથા બેઠકો થયેલ છે.
વર્ષ ૨૦૦પ પહેલા પાકિસ્તાન દ્વારા માછીમારોને તેમની બોટ સાથે છોડવામાં આવતા હતા. જયારે વર્તમાન સમયમાં પાકિસ્તાન દ્વારા ફકત માછીમારોને જ છોડવામાં આવે છે. અને આ માછીમારોની બોટની નીલામી કરી વેચી દેવામાં આવે છે. પરિણામે માછીમારોની આજીવીકાનુ સાધન છીનવાઇ જાય છે. તેથી કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં હજુ સુધી બંદી પડેલ માછીમારોને તેઓની બોટ સાથે છોડાવવા અંગે યોગ્ય પગલા લેવા રજુઆત કરવામાં આવી છે.