તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા: એસટી હડફેટે બાઇક સવાર યુવાનનું મોત, ઘટના CCTVમાં કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબરા: બસ સ્ટેન્ડ પર લુણકીનો એક વિપ્ર યુવાન પોતાનુ મોટર સાયકલ લઇ ઉભો હતો ત્યારે બાબરા ગોંડલ રૂટની એસટી બસના ચાલકે બેદરકારીથી બસ ચલાવી બાઇક પર બસ ચડાવી દેતા યુવકનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. અકસ્માત બાદ લોકોએ બસ ચાલકને મેથીપાક પણ ચખાડયો હતો. બાબરા ગોંડલ રૂટની બસ અવારનવાર અકસ્માત સર્જી રહી છે. આજે પણ આવા વધુ એક અકસ્માતમા બાબરામા રહેતા મુળ લુણકી ગામના હિતેષભાઇ હર્ષદભાઇ વ્યાસ (ઉ.વ.40) નામના વિપ્ર યુવાનનુ મોત થયુ હતુ. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર મૃતક હિતેષભાઇ વ્યાસના ભાઇનું થોડા દિવસ પહેલા અવસાન થયુ હતુ. જેથી તેમની વરસી વાળવા માટે તેઓ ભાભી સાથે સુરત ગયા હતા. જયારે તેમના પત્ની અમરેલી રોકાયા હતા.
બાબરા ગોંડલ રૂટની બસ

સુરતથી પરત આવ્યા બાદ આજે તેઓ પત્નીને લેવા અમરેલી જવા માટે નીકળ્યા હતા પરંતુ બાઇક લઇ અમરાપરા બસ સ્ટેન્ડ પાસે પરિચિત સાથે વાત કરવા ઉભા રહ્યાં હતા ત્યારે પાછળથી ધસી આવેલી બાબરા ગોંડલ રૂટની બસના ચાલકે બાઇક પર બસ ચડાવી દીધી હતી જેના કારણે કચડાઇ જવાથી તેમનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. અહી એકઠા થઇ ગયેલા લોકોએ ડ્રાઇવરને મેથીપાક ચખાડયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે અહી દોડી જઇ તેમની લાશને પીએમ માટે બાબરા દવાખાને ખસેડી હતી. જસદણમા રહેતા બસના ચાલક કનુ ભૈરવભાઇ વાળા સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો