ચાવંડ નજીક કારમાંથી રૂ.20 લાખ રોકડ સાથે યુવાન ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: લાઠીના ચાવંડ પોલીસ ચોકી નજીક ગઇકાલે પોલીસે એક યુવાનને કારમાંથી રોકડ રૂ.20 લાખ સાથે ઝડપી પાડ્યો હતો. આ બાદ ઇન્કમટેક્ષ ઓફીસરો દ્વારા તપાસ કરતા રોકડ રકમ શંકાસ્પદ નહિ હોવાથી યુવાનને છોડી મુકવામાં આવ્યો હતો.


લાઠીમાં રહેતા અમીતભાઇ જીતેન્દ્રભાઇ જોષી નામના યુવકને અહી ઢસા ખાતે નર્મદા કોટન ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. યુવાન ગઇકાલે બાબરા એસ.બી.આઇ બેન્કમાંથી રૂ.20 લાખની રોકડ લઇને ઢસા તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન ચાવંડ પોલીસ ચોકી પાસેથી પોલીસે કારની ચેકીંગ દરમિયાન એક સાથે 20 લાખની રોકડ મળી આવતા પોલીસે ઇન્કમટેક્ષ ઓફીસરનો જાણ કરી હતી. આ બાદ રાજકોટ અને અમરેલીથી ઇન્કમટેક્ષ ઓફીસરો દોડી આવ્યા હતા.


આ સાથો સાથ અહી ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ બાદ ઇન્કમટેક્ષ ઓફીસર દ્વારા યુવાનની પુછતાછ કરવામાં આવી હતી. જેમાં યુવાને 20 લાખ રોકડના તમામ આધાર પુરાવાઓ ઇન્કમટેક્ષ ઓફીસરો સમક્ષ રજુ કર્યા હતા. આ બાદ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ જે વેરીફીકેશનની કામગીરી આવતી હતી. જે તમામ ડોક્યુમેન્ટની તપાસ કરીને યુવાનને છોડી મુકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...