તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિના ત્રાસથી કંટાળી પત્નીનો કુવામાં મોતનો ભૂસકો, પતિ સામે ગુનો નોંધાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઃ પતિના ત્રાસથી પત્નીના આપઘાતની આ ઘટના ખાંભા તાલુકાના વાવડી ગામની સીમમાં બની હતી. મુળ ધારી તાલુકાના ઇંગોરાળા ગામે પરણેલી અને હાલમાં પતિ સાથે વાવડીની સીમમાં રહી ખેતીકામ કરતી કૈલાશબેન કાળુભાઇ વાઘેલા (ઉ.વ. 23) નામની પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર વાડીના કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
ખાંભા તાલુકાના વાવડી ગામની ઘટના, વાવડીની સીમમાં બની ઘટના
ધારી તાલુકાના ધારગણી ગામે રહેતા કૈલાશબેનના પિતા લાલાભાઇ મોહનભાઇ ચારોલાએ આજે આ અંગે ચલાલા પોલીસ મથકમાં કૈલાશના પતિ કાળુ અમરા વાઘેલા સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે કૈલાશને પતિ કાળુ અમરા દ્વારા સતત દુ:ખત્રાસ આપવામાં આવતો હતો. તેની પુત્રીને તેણે હેરાન પરેશાન કરી મરી જવા મજબુર કરતા તેણે કુવામાં ઝંપલાવી મોત મીઠુ કર્યુ હતું. બનાવની તપાસ ઇન્ચાર્જ પીએસઆઇ એસ.જે. રાણા ચલાવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...