અમરેલી: પાઇપલાઇન નંખાઇ પણ પાણી નથી આવતું, લોકોમાં આક્રોશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો ચાલી રહ્યા છે. બલ્કે ઉનાળો અંત તરફ આગળ ધપી રહ્યો છે. આવા સમયે અમરેલી જીલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની કારમી તંગી પ્રવર્તી રહી છે. ઠેર ઠેરથી પાણી પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ પાણીનો દેકારો છે. રાજુલા, ધારી, ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની કફોડી સ્થિતી છે. અનેક ગામોમાં મહિની પાઇપ લાઇન હોવા છતાં પાણી મળતુ નથી. મહિલાઓએ એક-એક બેડા પાણી માટે દુર દુર ભટકવુ પડે છે.
Paragraph Filter
- પાઇપલાઇન નંખાઇ પણ પાણી નથી આવતું
- અમરેલી ઉપરાંત ખાંભા, ધારી, અને બાબરા પંથકમાં પાણી માટે વલખા મારતા લોકો
- દર ઉનાળે જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ સ્થિતી સર્જાય છે
- ચૂંટણી સમયે રાજકીય આગેવાનોએ અપેલા વાયદા પોકળ સાબીત થયા
દર ઉનાળામાં અમરેલી જીલ્લામાં આ પ્રકારની સ્થિતી જોવા મળે છે. છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર આયોજન કરવામાં આવતુ નથી. જેને પગલે ઉનાળો જ્યારે ચરમસીમા પર હોય તેવા સમયે પાણીની જરૂર પણ વધુ રહે છે અને લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. રાજુલા તાલુકામાં પીવાના પાણીની વિકટ સ્થિતી છે. રાજુલા તાલુકાના ખાખબાઇ ગામે પાઇપ લાઇન મારફત પાણી મળે છે પરંતુ આ લાઇનમાં વારંવાર ભંગાણ થતુ હોવાથી પાણીનો કાયમી પ્રશ્ન રહે છે. તો લુણસાપુરમાં પાઇપ લાઇન નખાઇ છે પરંતુ તેના મારફત પાણી મળતુ જ નથી. રાજુલાના કાતર, બારપટોળી, બર્બટાણા, કંથારીયા, સરવડા વિગેરે ગામોમાં રાજકીય નેતાઓ દ્વારા વાયદાઓ જરૂર કરાયા છે પરંતુ પાઇપ લાઇન નખાઇ ન હોય પાણીની વિકટ સ્થિતી છે.
ધારી તાલુકાના શહેરને અડીને જ આવેલા પ્રેમપરા, હરીપરા, હીમખીમડીપરા વિગેરે ગામોમાં હાલમાં પાણીના મુદે દેકારો બોલી રહ્યો છે. અહિંના લોકોને પાણી માટે આમથી તેમ દુર દુર સુધી જવુ પડે છે. તો બાબરા તાલુકાના ખંભાળા, સમઢીયાળા સહિતના પંચાળ વિસ્તારના ગામોમાં પાણીનો પ્રશ્ન પેદીચો બન્યો છે. સુકાભઠ્ઠ એવા આ વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને તંત્ર ક્યાય નઝરે પડતુ નથી. ખાંભાના ગામડાઓની સ્થિતી પણ કંઇક આવી જ છે.
ખાંભાના ડેડાણ, લાસા અને ઉંમરીયામાં વાસ્મો યોજના હેઠળ પાણીની પાઇપ લાઇન તો નાખી દેવામાં આવી છે. પરંતુ તેના દ્વારા પાણી મળતુ ન હોય પ્રજાને પારાવાર હાડમારી વેઠવી પડે છે. લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારના અનેક ગામોમાં પણ આ જ સ્થિતી છે. અમરેલી શહેરમાં તો મહિ યોજનામાંથી પાણીનો પુરતો જથ્થો આપવામાં આવે છે. આમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાંચ દિવસે એક વખત પાણી મળે છે. અહિં ભુગર્ભ ગટરનું કામ ચાલતુ હોય અવાર નવાર પાઇપ લાઇન તુટતી હોય તેના કારણે પણ વિતરણમાં વિક્ષેપ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારની ઘણી યોજનાઓ પીવાનું પાણી લોકો સુધી પહોંચાડવા માટે બની તો ખરી પરંતુ તનો યોગ્ય અમલ ન થતાં લોકો વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. સરકાર અચ્છે દીન આવવાની વાતો કરી રહી છે પણ અમરેલી િજલ્લાનાં સારા દિવસો કયારે આવશે એની લોકો રાહ જોઇ રહ્યા છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો અને વાંચો લોઠપુરમાં પાઇપ લાઇન શોભાના ગાઠીયા જેવી...
અન્ય સમાચારો પણ છે...