વીજપડી નજીકનાં કાદવાળી નદી પર ચોમાસા પહેલા પુલ રીપેર કરવા માંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: સાવરકુંડલાના વિજપડી ગામની અંદરથી પસાર થતી કાદવાળી નદિ પર મોટોપુલ બાંધવો અતિ આવશ્યક બન્યો છે. અહી હાલમાં નદિ પર બેઠો પુલ વર્ષો પહેલા બાંધવામાં આવ્યો છે. હાલમાં આ પુલની હાલત અતિગંભીર જોવા મળે છે. તેમજ આ બેઠો પુલ અહી પસાર થતા કોઇ પણનો જીવને જોખમાવી દે પરિસ્થિતિમાં છે આથી કૃષિમંત્રી વિ.વિ વઘાશીયાને લેખીત રજુઆત કરવામાં આવી છે.

પોતાના ખેતર વાડીએ ગયેલા ખેડુતો ઘર તરફ પરત ફરતી વખતે જ્યારે આ પુલ પર પાણી આવી ચડે છે. ત્યારે ખેડુતોએ ગાડા કે ટ્રેક્ટર લઇને કઇ રીતે પસાર થવુ ω આથી જ્યા સુધી પાણીનો નિકાલ ન થાય ત્યા સુધી ખેડુતો પોતાના ઘરે જઇ શકતા નથી. જેવી અનેક સમસ્યાઓ સર્જાતિ હોવાથી વીજપડીના કેશવકુંજ ગૃપના વિજયભાઇ ચાવડાએ કૃષિમંત્રી વિ.વિ.વઘાસીયાને લેખીતમાં રજુઆત કરી છે.