નકલી નોટ સાથે ઝડપાયેલા બે શખ્સો18મી સુધી રિમાન્ડ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: બગસરામાથી ગઇકાલે નકલી નોટ સાથે ઝડપાયેલા બંને શખ્સોને એલસીબીએ આજે અદાલતમા રજુ કરી આગામી 18મી તારીખ સુધીના રિમાન્ડ પર લીધા છે. બંને શખ્સો શાકભાજીના વેચાણનુ કામ કરે છે. અને આ બનાવટી નોટો અમદાવાદથી લાવ્યા હોવાનુ કહેવાય છે. અમરેલી પંથકમાથી વધુ એક બનાવટી નોટનુ નેટવર્ક ઝડપાયુ છે. ગઇકાલે અમરેલી એલસીબીએ બગસરામાથી અહીના પ્રતિક જગદીશ નકુમ (ઉ.વ.25)નામના સથવારા યુવાન તથા અમરેલીના ઓમનગરમા રહેતો અનીલ જયંતી રૂપારેલ નામનો શખ્સ રૂપિયા 64 હજારના મુલ્યની બે હજારના દરની 32 નકલી નોટ સાથે ઝડપી લીધા હતા.
 
પોલીસની પ્રાથમિક પુછપરછમા અનીલ રૂપારેલ અમરેલીમા શાકભાજીનો છુટક ધંધો કરતો હોવાનુ જાણવા મળેલ છે. આવી જ રીતે પ્રતિક જગદીશ નકુમ અને તેનો પરિવાર પણ શાકભાજીના છુટક ધંધામા સંકળાયેલો છે. પોલીસની પ્રાથમિક પુછપરછમા એવુ પણ ખુલ્યુ હતુ કે બંને શખ્સોને અમદાવાદના કોઇ અજાણ્યા શખ્સોએ આ નોટો આપી હતી. જો કે પોલીસે બંનેને અદાલતમા રજુ કરી આગામી 18મી તારીખ સુધી રિમાન્ડ પર લીધા છે. કોઇ અજાણ્યો શખ્સ તેમની ડૂપ્લીકેટ નોટો વટાવવા માટે આપી ગયો હોય તે વાત પોલીસને ગળે ઉતરતી નથી.
 
અન્ય સમાચારો પણ છે...