સગીરાને ભગાડી જનાર હિરાઘસુ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નવસારીથી ભાગેલા પ્રેમી પંખીડા ખાંભાનાં બારમણ ગામેથી ઝડપાયા
- પ્રેમી પંખીડાને ઝડપી લઇ નવસારી પોલીસના હવાલે કરાયા
ખાંભા: ખાંભા તાલુકાના નાના બારમણ ગામનો દલીત યુવાન નવસારીમાં હિરા ઘસતો હોય બાજુમાં જ રહેતી પટેલ સગીરાને લલચાવીને ભગાડી ગયા બાદ પોતાના વતન નાના બારમણમાં આવ્યો હોય ખાંભા પોલીસે ગઇકાલે આ પ્રેમી પંખીડાને ઝડપી લઇ નવસારી પોલીસના હવાલે કર્યા હતાં. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મુળ અમરેલીના ભોજલપરા વિસ્તારના પ્રાગજીભાઇ કથીરીયા હાલમાં ધંધાર્થે નવસારીમાં લીંબડીચોકમાં રાજેશ્વરી એપાર્ટમેન્ટમાં રહે છે. આ જ એપાર્ટમેન્ટમાં મુળ ખાંભા તાલુકાના નાના બારમણ ગામનો ઘનશ્યામ મનુ નાગર નામનો દલીત રત્ન કલાકાર યુવાન રહે છે.
ઘનશ્યામ થોડા સમય પહેલા પ્રાગજીભાઇની માત્ર 16 વર્ષની પુત્રી રાધીકા ઉર્ફે બાલીને પ્રેમઝાળમાં ફસાવી લલચાવીને ભગાડી ગયો હતો. બે દિવસ સુધી બન્ને સુરતમાં રહ્યા બાદ ખાંભા તાલુકાના નાના બારમણ ગામે તેના પિતાના ઘરે આવતા રહ્યા હતાં. પ્રાગજીભાઇએ આ બારામાં નવસારી જીલ્લાના જલાલપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે ખાંભા પોલીસને જાણ થતા પીએસઆઇ એચ.ડી. હીંગરોજા, સ્ટાફના વી.એન. પારગી, અશરફભાઇ ચૌહાણ તથા ભગીરથભાઇ ધાધલે બન્ને પ્રેમી પંખીડાને ઝડપી લીધા હતાં અને આજે સાંજે નવસારી પોલીસના હવાલે કર્યા હતાં.