તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલસી શ્યામ પાસે સિંહ દર્શન કરતા છ શખ્સ પાસેથી 33 હજાર દંડ વસુલાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાઃ તુલશીશ્યામ રેંજના ગઢીયા પાતળા રાઉન્ડમા દુધાળા અને અમદાવાદના છ શખ્સો ગેરકાયદે જંગલમા પ્રવેશ કરી સિંહ દર્શન કરી રહ્યાં હોય વનવિભાગે આ શખ્સોને ઝડપી લઇ સ્થળ પર જ રૂપિયા 33 હજારનો દંડ ફટકાર્યો હતો.

તુલશીશ્યામ રેંજના ગઢીયા પાતળા રાઉન્ડમા સેકશન-4 વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદે સિંહ દર્શન કરતા હોવાની વનવિભાગને બાતમી મળતા ઇન્ચાર્જ આરએફઓ બી.બી.વાળા સહિત સ્ટાફ અહી દોડી ગયો હતો. અહી વીડીમા અમદાવાદના પાંચ અને દુધાળા ગામનો એક શખ્સ મળી કુલ છ શખ્સો ફોરવ્હીલ નંબર જીજે 01-આરએચ 0103 નંબરની રોડ ઉપર ઉભી રાખી જંગલમા પગપાળા પ્રવેશ કરી ગેરકાયદે સિંહ દર્શન કરી રહ્યાં હતા.

વનવિભાગે અહી દોડી જઇ દુધાળાના રમેશ શંભુ નાકરાણી, અમદાવાદના રમેશ ધીરૂ લોકડીયા, જીજ્ઞેશ બાલુ પટેલ, અનિરૂધ્ધ સુખલાલ શેલડીયા, હિતેશ નાગજી પાનેલીયા અને અલ્પેશ મનસુખ સોજીત્રાને ઝડપી પાડયા હતા. વનવિભાગે છ શખ્સોને રૂપિયા 33 હજારનો દંડ ફટકાર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો