તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલા નજીક ટ્રક અને બાઇકની ટક્કર, લુણાસપુરનું દંપતી ખંડિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક તસવીર)
 
રાજુલા: અકસ્માત માટે કુખ્યાત રાજુલા નજીકના ચારનાળા પાસે સોમવારની સાંજે એક દંપતિ મોટરસાઇકલ પર રાજુલા તરફ આવી રહ્યું હતું ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે અકસ્માત સર્જતા પત્નિનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે પતિને ગંભીર ઇજા પહોંચી હતી.

રાજુલા નજીકનાં ચાર નાળા પાસે અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે. અકસ્માતની આ ઘટના આજે મોડી સાંજે રાજુલા નજીક ચારનાળા પાસે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મુળ કુંકાવાવ તાલુકાના મેઘાપીપળીયા ગામના અને હાલ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે રહેતું દંપતિ આ અકસ્માતનું ભોગ બન્યું હતું. દિપકભાઇ દેવશીભાઇ મકવાણા અને તેના પત્ની કૈલાશબેન પોતાની મોટરસાઇકલ લઇ સાંજના સમયે રાજુલા ખાતે શાકભાજીની ખરીદી માટે આવવા નીકળ્યા હતા. 

તેઓ ચારનાળા નજીક પહોંચ્યા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે અકસ્માત સર્જો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી કૈલાશબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના પતિ દિપકભાઇ દેવશીભાઇને પણ ગંભીર ઇજા સાથે સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. બનાવના પગલે મોડથી સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. 
અન્ય સમાચારો પણ છે...