તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારીમાં કાઠી મહિલાને ભરબજારે ત્રણ શખ્સોએ ધડાધડ છરીના છ ઘા ઝીંક્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: ધારીની એક મહિલાને કુબડાના તેની જ જ્ઞાતિના યુવાન સાથે મિત્રતા હોય અને તેના કારણે યુવકના ઘરમાં ડખ્ખા થતા આ યુવકના સસરા, સાળા સહિત ત્રણ શખ્સોએ મહિલા પર છરી વડે હુમલો કરી ભરબજારે તેના પર છરીના છ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડતા આ બારામાં ધારી પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

યુવાનના સસરા, સાળા અને પુત્રએ કર્યો હુમલો

કાઠી મહિલા પર તેના મિત્રના પરિવાર દ્વારા છરી વડે હુમલાની આ ઘટના એસબીઆઇ બેંક રોડ પર બની હતી. ધારીમાં શીવાલય કોમ્પ્લેક્ષ પાછળ રહેતા વિલાશબેન જીલુભાઇ બસીયા પર ગત બપોરે શીવડ ગામના બાલુ કાળુભાઇ અને ભુપેન્દ્ર બાલુભાઇ તથા કુબડાના ધ્રુવીક પ્રતાપભાઇ વાળા નામના શખ્સોએ આ હુમલો કર્યો હતો. વિલાશબેન બેંકમાંથી પોતાનું કામ પતાવી પરત જઇ રહ્યા હતા ત્યારે ત્રણેય શખ્સોએ તેમને રસ્તામાં આંતરી માથામાં તથા શરીર પર ધડાધડ છરીના છ ઘા ઝીંકી તેમની હત્યાની કોશીષ કરી હતી.

લોહી લુહાણ હાલતમાં તેમને સારવાર માટે પ્રથમ ધારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે. વિલાશબેને પોલીસ ફરીયાદમાં જણાવ્યુ હતું કે તેના લગ્ન અગાઉ વાઘવડીના હરેશ જીલુભાઇ વાળા સાથે થયા હતાં. પરંતુ છુટાછેડા લીધા બાદ પ્રતાપભાઇ ભાભલુભાઇ વાળા સાથે મિત્રતા થઇ હતી. જેના કારણે પ્રતાપભાઇની પત્નીએ પોલીસ ફરીયાદ પણ કરી હતી. જે અંગેનું મનદુ:ખ ચાલતુ હોય તેના મિત્ર પ્રતાપભાઇના સસરા બાલુ કાળુભાઇ, સાળો ભુપેન્દ્ર બાલુભાઇ તથા પ્રતાપભાઇના પુત્ર ધ્રુવીકે તેના પર છરીથી હુમલો કરી જીવ લેવા કોશીષ કરી હતી. 
અન્ય સમાચારો પણ છે...