તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગઃ દર ગુરુવારે મળશે વિનામુલ્યે સારવાર,મદદરૂપ થવા અનોખી પહેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઃ નોટબંધીના કારણે હાલતુર્ત તો વેપાર-ધંધા પર વિપરીત અસર પડી હોય રોજેરોજનું પેટીયુ રળતા લોકોને સૌથી વધુ હાડમારી છે. ત્યારે અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઇ કાનાબારની અપીલને પગલે શહેરના 80 તબીબોએ દેશભરમાં સૌ પ્રથમ એક નવતર પહેલ કરી ડીસેમ્બર માસમાં દરેક ગુરૂવારે દર્દીઓની વિનામુલ્યે સારવાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમની અપીલને પગલે એક પછી એક ડોક્ટર આ અભીયાનમાં જોડાઇ ગયા હતાં.

આ અંગે ડો. ભરતભાઇ કાનાબારે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે કાળા નાણા, ભ્રષ્ટાચાર, નકલી નોટોના દુષણને ડામવાનો આ નિર્ણય ઐતિહાસીક છે. દેશના અર્થતંત્રને સ્વચ્છ કરવાના પ્રધાનમંત્રીના આ પ્રયાસને અમો અમરેલીના તબીબોએ આવકાર્યો છે. જો કે 86 ટકા જેટલી કરન્સી ચલણમાંથી રદ થતા થોડા સમય માટે મજુરી અને કારીગર વર્ગને હાડમારી પડી રહી છે. ત્યારે સમાજના સાધન સંપન્ન વર્ગ તરીકે ડોક્ટરોએ આગળ આવવુ જોઇએ અને આવા જરૂરીયાતમંદ લોકોની પડખે ઉભુ રહેવુ જોઇએ તેવુ અમે વિચાર્યુ છે.ડો. કાનાબારે મોટાભાગના તબીબોનો વ્યક્તિગત સંપર્ક કરી ડીસેમ્બર માસમાં તબીબો સપ્તાહમાં એક દિવસ દર ગુરૂવારે કોઇપણ દર્દીની વીનામુલ્યે સારવાર કરે તેવી અપીલ કરી હતી.

શહેરના 80 તબીબોએ આ અપીલને વધાવી લીધી છે અને ઓપીડીના તમામ દર્દીઓને વિનામુલ્યે તપાસી દવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે નિદાન માટે આવતા દર્દીમાંથી જરૂરીયાતમંદ દર્દી કારીગર કે મજુરવર્ગ કોણ છે તે તારવવુ મુશ્કેલ છે. જેથી તેવી કોઇ કડાકુટમાં પડવાને બદલે તમામ દર્દીની વિનામુલ્યે સારવાર થશે.
આગળ વાંચો કોણ કોણ જોડાયું આ અભિયાનમાં?
અન્ય સમાચારો પણ છે...