સફાઇ, પાણીનાં પ્રશ્ને મહિલાઓએ કરી સાવરકુંડલા પાલિકાની તાળાબંધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા: સાવરકુંડલામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાને આજ રોજ વોર્ડ નંબર ૯ની બીડીકામદાર અને મણિનગર વિસ્તારની 100 જેટલી મહિલાઓ દ્વારા પોતાના વિસ્તારમાં સફાઈ, લાઈટ, પાણી, ગટર, વગેરે પ્રશ્નોનું પાલિકા તંત્ર દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવતા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા ધ્યાન દેવામાં ના આવતા મહિલાઓ રણચંડી બની હતી. અને નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી બધા વિભાગોમાં તાળાબંધી કરવામાં આવી હતી.

સાવરકુંડલા પાલિકાને તાળાબંધી કરવામાં આવી હતી. એક માસમાં બે વાર પાલિકાને તાળા મારવામાં આવ્યા છતાં પણ પાલિકાના વહીવટકર્તાની આંખ ઉઘડતી નથી. સાવરકુંડલાના ગાયત્રી મંદિર પાસે નાવલી નદીમાં ગટરના પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થતા આ વિસ્તારમાં મચ્છર અને રોગચાળાનો ઘરે ઘરે ઉપદ્રવ થવા લાગ્યો છે. સાવરકુંડલાની નાવલી નદીની શાકમાર્કેટમાં પણ અત્યંત ગંદકી અને ઠેર ઠેર સફાઈના પ્રશ્નોમાં પાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.

સાવરકુંડલાની પાલિકા જાણે કે આંદોલનકારીઓના જ પ્રશ્નો ઉકેલતી હોય તેવું આ ઘટનાઓથી ફલિત થાય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અને અમરેલી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં સ્વાઈનફલૂએ
પગપેસારો કર્યો છે ત્યારે શું સાવરકુંડલા પાલિકા તંત્ર શહેરના નિર્દોષ લોકોને રોગચાળામાં ધકેલશે ω તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...