તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણી સોમવારે અમરેલીમાં, સરકારની યોજનાઓ અંગે ચર્ચા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખપદે જીતુભાઇ વાઘાણીની વરણી થયા બાદ તેઓ પ્રથમ વખત અમરેલી જીલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. સોમવારે તેઓ અમરેલીમાં કાર્યકરો અને આગેવાનો સાથે અલગ અલગ બેઠક કરી સરકારની યોજનાઓ અને સિધ્ધીઓ જનતા સુધી લઇ જવા અંગે ચર્ચા-વિચારણા કરશે.

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી આ જુદી જુદી બેઠકો યોજશે

સોમવારે સવારે 9 કલાકથી અમરેલીમાં લીલીયા રોડ પર આવેલી શ્યામ વાડી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી આ જુદી જુદી બેઠકો યોજશે. સવારે 10 કલાકે પક્ષના મોરચાના હોદેદારો, જીલ્લા ભાજપ અને મહિલા મોરચા તથા મંડળોના હોદેદારો સાથે તેઓ બેઠક યોજી ચર્ચા-વિચારણા કરશે. ત્યારબાદ બપોરે 12 કલાકે સાંસદ, ધારાસભ્યો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલીકાના સભ્યો તથા સહકારી સંસ્થાના હોદેદારો સાથે બેઠક યોજાશે. જ્યારે બપોરે ત્રણ કલાકે મોરચા અને જીલ્લા ભાજપના હોદેદારો, મંડળના પ્રમુખો સહિતના વિવિધ હોદેદારો સાથે બેઠક યોજાશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો