સોનોગ્રાફીની છ માસની તાલીમ લીધાનું સર્ટી આપનાર તબીબોને મંજૂરી મળી ગઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઃ અમરેલી જીલ્લામાં ઠેર ઠેર સોનોગ્રાફી સેન્ટરો ખુલી ગયા છે અને ખુદ આરોગ્ય વિભાગ દ્વારા જ કોઇ ડોક્ટર છ માસની ટ્રેનીંગ લઇ આવ્યા છે તેવા સર્ટીફીકેટના આધારે તેની મંજુરી અપાઇ રહ્યા છે ત્યારે આ મુદે ઇન્ડીયન મેડીકલ એસોસીએશને જીલ્લા આરોગ્ય અધિકારી પર આંગળી ચીંધી ઠેર ઠેર આવા ગેરકાયદે સોનોગ્રાફી સેન્ટર ચલાવવામાં આંખ આડા કાન કરવાનો ગંભીર આક્ષેપ કરતા આરોગ્ય જગતમાં ખળભળાટ મચ્યો છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા કોઇ પ્રકારની સ્થળ વિઝીટ ન કરાતી હોય, સર્ટીફીકેટોની ચકાસણી ન કરાતી હોય અને કમિશ્નરમાં માત્ર ખોટા રીપોર્ટ કરાતા હોવાની ગંભીર પ્રકારની ફરીયાદો આઇએમએ દ્વારા કરાઇ છે.
આરોગ્ય અધિકારીઓ દ્વારા કમિશ્નરમાં ખોટા રિપોર્ટ અપાતા હોવાનો આક્ષેપ

અમરેલી જીલ્લાના આરોગ્ય તંત્રને આમ પણ લાંબા સમયથી ભ્રષ્ટાચારનો લકવો લાગેલો છે. જીલ્લામાં મુકાતા મોટાભાગના આરોગ્ય અધિકારીઓ જનારોગ્યની પરવા કર્યા વગર બધુ જ ચાલવા દેવામાં અને ભ્રષ્ટાચારમાં રસ રહે છે. ત્યારે આખરે અમરેલી ઇન્ડીયન મેડીકલ એસોસીએશને જ આરોગ્ય તંત્રમાં ચાલતી પોલંપોલ સામે સવાલ ઉઠાવ્યો છે. આજે એસોસીએશનના પ્રમુખ ડો. જી. જે. ગજેરાએ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને જ પત્ર પાઠવી આ ગંભીર આક્ષેપો કર્યા હતાં. અમરેલી જીલ્લામાં કયા કયા ડોક્ટરો દ્વારા ગેરકાયદે સોનોગ્રાફી કરવામાં આવે છે તે અંગે વારંવાર રજુઆતો થઇ હોવા છતાં તેમના દ્વારા કમિશ્નરને આવી અહિં કોઇ ફરીયાદ નથી તેવો રીપોર્ટ શા માટે કરાયો ω તેવો ગંભીર સવાલ ઉઠાવાયો છે.
અમરેલી જિલ્લામાં ગેરકાયદે સોનોગ્રાફી કરવામાં આવતી હોવાની રાવ સાથે તપાસની માંગ

એસઓના પ્રમુખે આરોગ્ય કમિશ્નર, જીલ્લા કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓને કરેલી રજુઆતમાં જણાવાયુ છે કે જે ડોક્ટરો દ્વારા સોનોગ્રાફી અંગે રજીસ્ટ્રેશન કરાવાયુ છે તે ડોક્ટરોની ડીગ્રીની ચકાસણી, ડીગ્રી આપનાર યુનિવર્સીટીને માન્યતા છે કે કેમ ω, ગુજરાત બહારની યુનિવર્સીટીમાંથી પાસ કર્યુ હોય તો ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ છે કે કેમ ω તેની કોઇ ચકાસણી કરાઇ નથી. અમુક એમએસ ડોક્ટરોને રજીસ્ટ્રેશન આપ્યુ છે શું તેમણે નિયમ મુજબ અપાય ખરૂ ω તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.

એસઓએ એવી પણ રજુઆત કરી છે કે છ માસના ટ્રેનિંગ સર્ટીફીકેટ પર સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન અપાય રહ્યુ છે. પરંતુ ખરેખર તબીબે ટ્રેનિંગ લીધે કે નહી ω તેની ચકાસણી કેમ નથી થતી ω આ સમયગાળામાં તેની હોસ્પિટલ રાબેતામુજબ શરૂ હોય અને પ્રેકટીસ પણ કરી હોય તો તેઓ ટ્રેનિંગ લેવા ક્યાથી ગયા હોય ω ખરેખર આરોગ્ય તંત્ર દ્વારા કોઇ ક્રોસ
વેરીફીકેશન થતુ નથી. આરોગ્ય વિભાગના જ એક એસોસીએશન દ્વારા જીલ્લાના આરોગ્ય તંત્ર પણ ગંભીર આક્ષેપો કરાતા અમરેલીના આરોગ્ય જગતમાં ખળભળાટ મચ્યો છે.
રજીસ્ટ્રેશન કેન્સલ કરી કેસ દાખલ કરો

આઇએમએના પ્રમુખ ડો. ગજેરાએ આરોગ્ય વિભાગ સમક્ષ માંગણી કરી છે કે બોગસ ટ્રેનિંગ સર્ટીફીકેટ રજુ કર્યા હોય તેવા ડોક્ટરોનું રજીસ્ટ્રેશન કેન્સલ કરી તેના પર કેસ દાખલ થવો જોઇએ. ગુજરાત સરકારે આરટીઆઇના જવાબમાં આવી કોઇપણ પ્રકારની ટ્રેનિંગ માટે કોઇ સંસ્થાને માન્યતા આપી નહી હોવાનું જણાવ્યુ છે. ત્યારે આવી સંસ્થાના સર્ટીફીકેટ કઇ રીતે માન્ય રહ્યા.

વિઝીટીંગ ડોક્ટરોના નામે ચાલે છે કૌભાંડ

તેમણે રજુઆતમાં એમ પણ જણાવ્યુ હતું કે અનેક સ્થળે વિઝીટીંગ ગાયનેકોલોજીસ્ટના સર્ટીફીકેટ ઉપર જે તે હોસ્પિટલને રજીસ્ટ્રેશન અપાય છે. આવા વિઝીટીંગ ડોક્ટર અઠવાડીયામાં બે કે ચાર કલાક જ આવે છે. પરંતુ બાદમાં તેમના નામે સ્થાનિક તબીબો સોનોગ્રાફી કર્યે રાખે છે.

ગર્ભ પરીક્ષણ કરાતું હોવાનો ગંભીર આક્ષેપ

આઇએમએ દ્વારા રજુઆતમાં કેટલાક સ્થળે ગર્ભ પરીક્ષણ કરાતુ હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. ગાયનેકના નામે રજીસ્ટ્રેશન લીધા બાદ આયુશ ડોક્ટરો તેનો ઉપયોગ કરી ગર્ભ પરીક્ષણ કરે છે અને તેનાથી ભ્રણ હત્યાના મામલાઓ પણ વધે છે.
અન્ય સમાચારો પણ છે...