બાબરા: લુણકી નજીક કાર ઝાડ સાથે અથડાતાં છ ઘાયલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા: બાબરા તાલુકાના લુણકી ગામ નજીકથી પસાર થઇ રહેલી એક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારમા બેઠેલા છ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108ની મદદથી પ્રથમ સારવાર માટે બાબરા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા.
વીછીંયાનો કોળી પરિવાર અમરેલી તરફ આવી રહ્યો હતો તે દરમિયાન સર્જાઇ દુર્ઘટના

અકસ્માતની આ ઘટના બાબરાના લુણકી ગામ નજીક બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર જસદણ તાલુકાના વિંછીંયા ગામે રહેતા રમેશભાઇ નારણભાઇ ધોરીયા તેમજ તેમની પુત્રી દિક્ષીતા (ઉ.વ.20) કૌટુંબિક ભાઇઓની દિકરી આસ્થા કાંતીભાઇ રોજાસરા (ઉ.વ.20) કિરણ ધીરૂભાઇ ધોળીયા (ઉ.વ.20) જીજ્ઞેશ રોજસરા (ઉ.વ.20) જયદીપ માનસીંગ રોજાસરા (ઉ.વ.20) કારમા બેસી અમરેલી અભ્યાસના કામ સબબ આવતા હતા.

કાર જયારે લુણકી નજીક પહોંચી ત્યારે અચાનક ઝાડ સાથે અથડાતા તમામને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ બાબરા સરકારી દવાખાને અને બાદમાં તમામને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને રિફર કરવામા આવ્યા હતા. અકસ્માતની જાણ થતા બાબરાના કોળી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...