તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનતંત્રએ 3 દિ' રેસ્કયુ કરી ઇનફાઇટમાં ઘાયલ થયેલી સિંહણને સારવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાઃ રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી સાવજોના અનેક ગૃપો પણ છે જેમા અન્ય ગૃપનો સાવજ આવી ચડે તો ખુંખાર લડાઇ જામે છે. ત્યારે આવી જ એક ઘટના રાજુલાના પીપાવાવમા ઇ-કોમ્પ્લેક્ષ વિસ્તારમા બની હતી. અહી એક સિંહણ ઇનફાઇટમા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. વનવિભાગે અહી રેસ્કયુ કરી આ સિંહણને સારવાર માટે બાબરકોટ નર્સરી ખાતે ખસેડી હતી.

રાજુલાના પીપાવાવ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અનેક સાવજો જુદાજુદા ગૃપમા રહે છે. સાવજોના ગૃપમા અન્ય ગૃપના સિંહ કે સિંહણ આવી જાય તો અચુક લડાઇ જામે. ત્યારે પીપાવાવના ઇ કોમ્પ્લેક્ષ વિસ્તારમા પણ આવી જ એક ઘટના બની હતી. અહી એક સિંહણ ઇનફાઇટમા ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી. આ અંગે વનવિભાગને જાણ થતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ દોડી ગઇ હતી.

આગળ વાંચો, રેસ્કયું મુશ્કેલભર્યુ કામ
અન્ય સમાચારો પણ છે...