તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલાના ધારાસભ્ય સોલંકીની સંસદીય સચિવ તરીકે પસંદગી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાઃ રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની સંસદીય સચિવ તરીકે પસંદગી કરવામા આવતા સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરોમા ખુશી વ્યાપી ઉઠી હતી. શહેરમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરવામા આવી હતી. તાજેતરમા મુખ્યમંત્રીના પ્રધાન મંડળમા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીનો સમાવેશ કરવામા ન આવતા આગેવાનો અને કાર્યકરોમા થોડી નારાજગી જરૂર જોવા મળી હતી પરંતુ બાદમાં તેઓને સંસદીય સચિવ પદે પસંદગી કરવામા આવતા આગેવાનો અને કાર્યકરોમા ખુશી વ્યાપી ઉઠી હતી.

રાજુલા જાફરાબાદ વિસ્તારના આગેવાનો ગાંધીનગર ખાતે દોડી ગયા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. રાજુલામા પણ કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઇ બોસ, કરણભાઇ બારીયા, સંજયભાઇ ધાખડા, ભગુભાઇ સોલંકી, રવુભાઇ ખુમાણ, વનરાજભાઇ ધાખડા, રસીકભાઇ, ચેતનભાઇ શિયાળ, ભાવેશભાઇ, જીજ્ઞેશભાઇ પટેલ, બકુલભાઇ પટેલ, હર્ષભાઇ સહિતના આગેવાનો ગાંધીનગર દોડી ગયા હતા અને મો મીઠુ કરાવી અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો