તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલા: ભાડા ગામના યુવકની લાશનો ભેદ ખુલ્યો નથી ત્યાં પિતાની લાશ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
રાજુલા:જાફરાબાદ તાલુકાના ભાડા ગામે રહેતા કોળી યુવકની બે વર્ષ પહેલા રોહિશા વણાંકબારા નજીકથી મળી આવી હતી. આ યુવકની કોઇએ હત્યા કરી છે કે આત્મહત્યા તેનો ભેદ હજુ સુધી પોલીસ ઉકેલી શકી નથી ત્યારે ગતરાત્રીના તેના પિતાની સતાધાર નજીકથી લાશ મળી આવતા જાફરાબાદ પંથકમાં બનાવને લઇને લોકોમાં અનેક ચર્ચા ઉઠી છે. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદ તાબાના ભાડ ગામે રહેતા રમેશ ભગવાનભાઇ મકવાણા (ઉ.વ.25) નામના યુવકની બે વર્ષ પહેલા રોહિશા વણાકબારા નજીક સીમમાંથી લાશ મળી આવી હતી. બાદમાં લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર દવાખાને ખસેડવામા આવી હતી. અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી પરંતુ બે વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતા પોલીસ બનાવનો ભેદ ઉકેલી શકી ન હતી.
-ભાડા ગામના યુવકની લાશનો ભેદ ખુલ્યો નથી ત્યાં પિતાની લાશ મળી
-બે વર્ષ પહેલા યુવાનની લાશ રોહિશા નજીકથી મળી હતી
મૃતકના પિતા ભગવાનભાઇ પણ પોલીસ મથક અને વકીલો પાસે આમથી તેમ ધક્કા ખાતા જોવા મળી રહ્યાં હતા. ત્યારે સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ભગવાનભાઇ પોતાના ઘરેથી પૈસા લઇ અને તેમના પત્નીને કોઇને જાણ ન કરવા અને મને ફોન ન કરવાનુ કહી વિસાવદર તરફ ગયા હતા. ત્યારે ગઇકાલે સતાધારમાથી ભગવાનભાઇની લાશ મળી આવતા વિસાવદર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે દવાખાને ખસેડવામા આવી હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમા ઝેરી દવા પીવાથી મોત થયાનુ સામે આવ્યું હતુ. વધુ તપાસ પીએસઆઇ સાંઢ ચલાવી રહ્યાં છે. ત્યારે બનાવને પગલે ગામના આગેવાનો વિસાવદર દોડી ગયા હતા. ત્યારે અગાઉ પુત્રની લાશ અને હવે પિતાની લાશ મળી આવતા ગ્રામજનોમાં અનેક ચર્ચાઓ ઉઠી છે.

પુત્ર બાદ પિતાની લાશ મળતા ચર્ચા
ભાડા ગામે રહેતા યુવાનની બે વર્ષ પહેલા વળાંકબારા નજીકથી લાશ મળી આવી હતી. એ બનાવ હત્યા કે આત્મ હત્યા છે કે નહીં તેનો ભેદ ઉકેલાયો નથી ત્યાં યુવાકના પિતાની લાશ મળતા ચર્ચા ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...