તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા પંથકના અમરનાથ યાત્રીઓ હેમખેમ વતન પરત ફરતાં ઉમળકાભેર સ્વાગત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાઃ રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી અહીના યુવકોને લઇને અમરનાથયાત્રા પર ગયા હતા. પરંતુ કાશ્મીર ખીણમા સ્થિતી વણસતા યાત્રા અટકાવી દેવી પડી હતી અને ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાઇ ગયા હતા. જો કે આજે ધારાસભ્ય સહિત તમામ યાત્રિકો હેમખેમ પરત ફરતા રાજુલા પંથકમા ઠેરઠેર સ્વાગત કરાયુ હતુ.
ધારાસભ્ય સોલંકી સહિતનાં લોકોને વાજતે-ગાજતે સ્વાગત કરી સ્વજનો દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું

રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી અહીથી 125 ઉપરાંતના યુવાનોને લઇને અમરનાથની યાત્રાએ ગયા હતા બાદમાં પરત ફરતી વખતે કાશ્મીર ખીણમા સ્થિતી તંગ બની જતા યાત્રિકોને અટકાવી દેવાયા હતા. રાજુલાના યુવકો જે બસમા પ્રવાસ કરી રહ્યાં હતા ત્યારે તેમની બસ ઉપર પથ્થરમારો કર્યો હતો જો કે સદ્દનશીબે કોઇને ઇજા પહોંચી ન હતી અને ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ તુરત દોડી ગયા હતા. અને હોટેલમા તમામ યાત્રિકો સાથે સલામત રીતે રહ્યાં હતા.
રાજુલામા ઠેરઠેર સામૈયા અને સ્વાગત કરવામાં આવ્યું હતું

રવિવારે હિરાભાઇ સોલંકી તેમજ તેમના પરિવારો અને અન્ય યાત્રિકો સલામત રીતે પરત ફરતા ઠેરઠેર સ્વાગત કરવામા આવ્યું હતુ. દાતરડી, વિકટર, વિસીયાળા, મજાદર, પીપાવાવ ધામ, નિંગાળા, કડીયાળી સહિતના ગામના સરપંચો સહિત ખેડૂતો અને આગેવાનોએ તેમને ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા.
આ ઉપરાંત બાળાઓ દ્વારા પણ ઠેરઠેર સામૈયા કરી સ્વાગત કરાયુ હતુ. આ ઉપરાંત શહેરના વેપારીઓ અને પાલિકાના સદસ્યો અને યાર્ડના ડિરેકટરો તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારોએ પણ ઉપસ્થિત રહી ધારાસભ્ય સહિત યાત્રીકોનુ સ્વાગત કર્યુ હતુ. અત્રેન નોંધનીય છે કે, અમરનાથ યાત્રા દરમિયાન કાશ્મીર હિંસા ફાટી નિકળતા યાત્રા રોકી દેવામાં આવી હતી અને ત્યાં લોકો ફસાઇ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો