તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા, જાફરાબાદ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: કોંગ્રેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલા: રાજુલા જાફરાબાદ પંથકમાં પાછોતરો વરસાદ ન આવતા અને હાલ કપાસ અને મગફળીના પાકમા લીલી ઇયળોનો ઉપદ્વવ વધવાથી ખેડૂતો ચિંતામા પડી ગયા છે. આ ઉપરાંત જંગલી ભુંડ અને રોઝના ટોળા વાડી ખેતરોમા ઉભા પાકનુ નિકંદન વાળતા હોય અહી ખેડૂતો પાક લેવામા નિષ્ફળ રહ્યાં હોય રાજુલા જાફરાબાદ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પાક વિમો ચુકવવામા આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કૃષિમંત્રીને રજુઆત કરવામા આવી છે. તાલુકા પંચાયતના પ્રમુખ પીઠાભાઇ નકુમ દ્વારા કૃષિમંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે રાજુલા જાફરાબાદ તાલુકામા ખેતી પાકોમા લીલી ઇયળોનો ઉપદ્વવ વધ્યો હોય ખેડૂતો ચિંતામા પડી ગયા છે.

ઇયળોનો ઉપદ્વવ, રોઝ અને જંગલી ભુંડનો ત્રાસથી પાકને નુકશાન

આ ઉપરાંત અહી નિલગાય અને જંગલી ભુંડના ટોળાઓ પણ અવારનવાર વાડી ખેતરોમા ઘુસી આવે છે અને ઉભા પાકને ખુંદી નાખે છે. ખેડૂતો દ્વારા દવાનો છંટકાવ કરવામા આવતો હોવા છતા આ ઉપદ્વવ ઘટતો નથી. રાજુલા જાફરાબાદ પંથકમા હજુ અનેક વિસ્તારોમા પાછોતરો વરસાદ પડયો નથી જેના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભિતી સતાવી રહી છે. હજુ ખેડૂતો એક સારા વરસાદની આશા રાખી રહ્યાં છે.

જંગલી ભુંડ અને રોઝના ત્રાસથી છુટકારો કયારે

રાજુલા જાફરાબાદ પંથકમા જંગલી ભુંડ અને રોઝનો ત્રાસ વધ્યો છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે. દિવસ રાત ખેડૂતોને વાડીએ પાકનુ રક્ષણ કરવા ઉજાગરા કરવા પડી રહ્યાં છે તેમ છતા જંગલી ભુંડ અને રોઝના ટોળા ઉભા પાકને નુકશાન પહોંચાડી રહ્યાં છે. અનેક વખત રજુઆત છતા આ પ્રશ્નનો કોઇ ઉકેલ આવતો નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો