તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીઃ હત્યારાને પકડવા પોલીસનું હવામાં ફાયરીંગ, પોલીસે કર્યો ઈન્કાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીઃ અમરેલી એલસીબીએ આજે અગાઉ અમરેલીમાં બે હત્યા સહીત 40 જેટલા ગુનામાં સંડોવાયેલા અને રાજકોટ જેલમાંથી ફર્લો પર છુટી નાસતા ફરતા કુખ્યાત શખ્સ રફીક ઉર્ફે હકુડીને ઝડપી લીધો હતો. આ શખ્સ હરિ રોડ પર દુકાનો ખાલી કરાવવા વેપારીઓને ધમકાવી રહ્યો હતો ત્યારે પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી પકડી લીધો હતો. જો કે પોલીસ અધિકારીએ ફાયરીંગની વાતનો ઇન્કાર કર્યો હતો.
હત્યારાને આજીવન કેદની સજા પડી છે: પોલીસનો ફાયરીંગ કર્યાનો ઇન્કાર
શહેરભરમાં આ મુદ્દે ચર્ચા ફરી વળી હતી.અમરેલીમાં એલસીબીનો ચાર દિવસ પહેલા જ ચાર્જ સંભાળનાર પીઆઇ પટેલ તથા તેની ટીમે આજે ભરબજારે લુખ્ખાગીરી કરી રહેલા કુખ્યાત ગુનેગાર રફીક ઉર્ફે હકુડી કાસમ જગમાજસયા નામના ખાટકી શખ્સની ધરપકડ કરી હતી.

આ શખ્સ અમરેલી પંથકમાં જુદીજુદી બે હત્યામાં સંડોવાયેલો છે. અને સેશન્સ કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા પણ કરવામાં આવી હતી. જેને પગલે તે રાજકોટ જેલમાં હતો પરંતુ ફર્લો રજા પર છુટ્યા બાદ તેને 9-3-14ના રોજ હાજર થવાનું હતું. જો કે તે હાજર થયો ન હતો અને આજ દિન સુધી ફરાર હતો.દરમિયાન આ શખ્સ આજે અમરેલીની મુખ્ય બજારમાં હરિરોડ પર કેટલાક વેપારીઓને દુકાન ખાલી કરાવવા ધમકાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી.પીઆઇ એ. પી. પટેલ સ્ટાફ સાથે દોડી અહીં દોડી ગયા હતાં. આ માટે પોલીસ હવામાં બે રાઉન્ડ ફાયરીંગ પણ કરવું પડ્યુ હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા તેને ફરી રાજકોટ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. અમરેલીમાં લુખ્ખાગીરી ફરી માથુ ઉંચકી રહી છે.
ફાયરીંગની ઘટના નથી બની-પીઆઇ
દરમિયાન એલસીબીના પીઆઇ એ. પી. પટેલે જણાવ્યું હતું કે આ શખ્સને જીવના જોખમે પકડ્યો છે. જો કે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હોવા અંગે તેમણે ઇન્કાર કર્યો હતો.
અગાઉ પીઆઇને છરીનાં ઘા ઝીંક્યા હતા
કુખ્યાત હકુડીએ અગાઉ 2008માં અમરેલીના તત્કાલીન પીઆઇ દેસાઇ પર પણ છરી વડે હુમલો કર્યો હતો. અને તેમને મારી નાખવાની કોશીષ કરી હતી. બે વર્ષથી નાસતો ફરતો આ શખ્સ 40 જેટલા ગુનામાં સંડોવાયેલો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો