તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ કર્મચારીને મળ્યું ગાર્ડ ઓફ ઓનર, મુખ્યમંત્રીએ ન લીધી મુલાકાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી: ઉનાની ઘટના આનંદીબેન પટેલ માટે માથાનો દુઃખાવો સાબિત થઇ રહી છે. આ જ કારણથી રાહુલ ગાંધી અને કેજરીવાલ પીડિત પરિવારની મુલાકાત લે તે પહેલા બેન ઉના દોડી ગયા હતા. આ બધાની વચ્ચે પથ્થરમારા બાદ મોતને ભેટેલો અમરેલીનો પોલીસ જવાન ભૂલાય ગયો છે. ઘટનાને લઇને હાંફળા થયેલા બેને અત્યાર સુધી દલિત અત્યાચાર મુદ્દે 20 ટ્વિટ કર્યા છે. પરંતુ એક પણ ટ્વિટ એ પોલીસ કર્મચારી માટે નથી કર્યું જેનું દલિત આંદોલન દરમિયાન ફરજ બજાવતી વખતે મોત નિપજ્યું છે. અમરેલી એલસીબીના પંકજ અમરેલિયા પથ્થરમારામાં ઘાયલ થયાં હતાં. સારવાર દરમિયાન ગંભીર ઇજાઓને લીધે તેમનું અવસાન થયું હતું.
દરરોજ સરેરાશ પાંચ ટ્વિટ કરતા CM, મૃતક પોલીસ માટે એક પણ નહીં!
'Deeply pained by the news of Dhaka Attack. My prayers and thoughts are with the bereaved'. ઢાકા હુમલાથી દુ:ખી થયા હોવાનું આ ટ્વીટ આનંદીબેન પટેલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી 2 જુલાઇના થયું હતું. પરંતુ જે પોલીસ કર્મચારી લોકોની સેવા કરવામાં તેમજ સુરક્ષા બાબતોમાં ખડેપગે રહે છે તેના વિશે એક લાઇન પણ લખી નથી. ડોક્ટર્સ ડે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડે પર તેમણે અભિનંદનના ટ્વિટ્સ કર્યા હતા.
પોલીસ જવાનના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર
મંગળવારે ટોળાંના પથ્થરમારાને કારણે મોતને ભેટેલા અમરેલીના હેડ કોન્સ્ટેબલ પંકજ અમેરેલિયાના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.અમરેલીના ચિતલરોડ પર મંગળવારે હિંસક ટોળું બેકાબૂ બનતા જિલ્લા પોલીસવડા સહિતનો જંગી કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ટોળાનાં પથ્થરમારામાં માથામાં ગંભીર રીતે ઘવાયેલા અમરેલી એલસીબીના પંકજ અમરેલિયાનું મોત થયું હતું.
પોલીસકર્મી ગાડીમાંથી પડી ગયા બાદ પણ ટોળાએ પથ્થર મારો કર્યો : સારવાર બાદ થયું મોત
અમરેલીમાં ન્યાય માટેની દલિતોની લડત હિંસક બની હતી. જેનો ભોગ એક નિર્દોષ પરિવારને બનવું પડ્યું હતું. અમરેલી એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પંકજ અમરેલિયાની પથ્થરમારામાં મોત થયું હતું. ચિતલરોડ પર પથ્થરમારો થઇ રહ્યો હતો તે સમયે તેઓ ફરજ પર હતા. દલિતોના ટોળામાથી ફેંકાયેલો પથ્થર તેમને માથામાં વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ ગાડીમાથી નીચે પડી ગયા બાદ પણ તેમને પથ્થરનાં ઘા મારવામાં આવ્યા હતા.
ખૂંખાર અપરાધીઓ સામે પણ તેઓ પહાડ બનીને ઉભા રહી જતા
લોહીલુહાણ હાલતનાં તેમને સારવાર માટે પ્રથમ અમરેલી દવાખાને અને બાદમા રાજકોટના ખાનગી દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેના પગલે સમગ્ર પોલીસબેડામા ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. ગમે તેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં તેમની અનોખી મહારત હતી. ખૂંખાર અપરાધીઓ સામે પણ તેઓ પહાડ બનીને ઉભા રહી જતા હતા. બહોળો મિત્ર વર્ગ અને પોલીસ અધિકારીઓમાં પણ તેમની સુવાસ ફેલાયેલી હતી. અનેક ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામા મહત્વપૂર્ણ યોગદાન આપી તેમણે અનેક ઇનામો જીત્યા હતા.
માજી નગર સેવક, શિક્ષક અને વકીલો સંડોવાયા છે હત્યામાં

અમરેલીમાં ગઇકાલે પત્થરમારો કરીને પોલીસ જવાન પંકજ અમરેલીયાની હત્યા કરવાના ગુનામાં પોલીસે જે 16 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. તેમાં માજી નગરસેવક, વકીલો અને શિક્ષકનો પણ સમાવેશ થાય છે. અમરેલી એલસીબીના હેડ કોન્સ્ટેબલ પંકજ અમરેલીયા પર ખુની હુમલો કરવા અંગે પોલીસે ગઇકાલે જ 16 શખ્સો સામે નામજોગ અને 700 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. જે 16 શખ્સો સામે ગુનો નોંધાયો છે. તેમાં ભાજપના માજી નગરસેવક મધુ ભીમજી ચાવડા ઉપરાંત કુલ બે વકીલ અમરેલીના અડવોકેટ નવચેતન બી. પરમાર અને રાજુલાના એડવોકેટ કરશન રાઠોડ સામે પણ ગુનો નોંધાયો છે.
પોલીસ પર હુમલાના બનાવમાં છની ધરપકડ
આ ઉપરાંત અમરેલીના શિક્ષક રજની મકવાણા પણ આ ટોળામાં સામેલ હોય તેમની સામે ગુનો નોંધાયો છે. હત્યાનો મુખ્ય સુત્રધાર મનાતા સાવરકુંડલાના કાંતી મુળજી વાળાની કામગીરી પાછલા ઘણા સમયથી વિવાદાસ્પદ રહી છે. ડેડાણ પંથકના દલીત યુવકની હત્યા અંગે થોડા દિવસ પહેલા તેણે અમરેલી સિવીલમાં ભાજપ અને કોંગી આગેવાનોને ગાળો ભાંડી હતી. આ યુવક સાવરકુંડલામાં ડો. આંબેડકરના સ્ટેચ્યુ માટે રસ્તા રોકો આંદોલન જેવા આંદોલનોમાં ભાગ લઇ ચુક્યો છે. જેમની ધરપકડ કરાઇ છે તેમાં રાજુલાના ધારેશ્વરના રમેશ ભગા બાબરીયા અને રમેશ રાઘવ વીંઝુડા, નિંગાળાના નારણ કરશન વણઝારા, જાફરાબાદના શૈલેષ ખોડા વાળા, નિંગાળાની ભાનુબેન હરીભાઇ વણઝારા અને મંજુલાબેન ભીમજીભાઇ નામની મહિલાનો સમાવેશ થાય છે.
આગળ ક્લિક કરો અને જુઓ સ્મશાનયાત્રાની તસવીરો..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો