તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં અજંપાભરી સ્થિતિ, દલિતોનો પોલીસ પર પથ્થરમારો, MLAને ઘેર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી: ઉનામાં દલીત યુવાનો પર થયેલા અત્યાચાર સામે વિરોધ દર્શાવવા અમરેલીમાં યોજાયેલી દલીતોની રેલી નિકળતા શહેરભરમાં અજંપાનું વાતાવરણ છવાઇ ગયુ હતું. ટોળાએ શહેરભરમાં ફરી કેટલાક સ્થળે પત્થરમારો કરી શહેર બંધ કરાવ્યુ હતું. ચિતલ રોડ પર ટોળાના પત્થરમારામાં એક પોલીસકર્મીના મોત સહિત પાંચ પોલીસકર્મી ઘાયલ તથા પોલીસે કરેલા બળપ્રયોગમાં 20 દલીતો ઘાયલ થઇ ગયા હતાં. આઠ એસટી બસમાં તોડફોડ કરાતા વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો અને સમગ્ર શહેરમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
પોલીસ વડા સહિત પાંચ અન્યને ઇજા પહોંચી હતી
અમરેલીમાં બજાર બંધ રખાવવા કેટલાક સ્થળે પત્થરમારો કરાયો હતો. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ પ્રસરી જતા શહેરની બજારો સજ્જડ બંધ રહી હતી. આખો દિવસ આ બજારો બંધ રહી હતી. લાઇબ્રેરી ચોકમાં તો ટોળાએ બેંક બંધ કરાવવા પણ પ્રયાસ કર્યો હતો. આખરે જે વિસ્તારમાં રેલીની પરમીશન ન હતી તે ચિતલ રોડ પર રેલી લઇ જવાઇ હતી. જ્યાં સમગ્ર બબાલ સર્જાઇ હતી. ટોળાના પત્થરમારામાં એલસીબીના પોલીસ જવાન પંકજ અમરેલીયાને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેનું પાછળથી રાજકોટ દવાખાને મોત થયુ હતું. પોલીસ વડા સહિત પાંચ અન્યને ઇજા પહોંચી હતી. પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા બાદ લાઠીચાર્જ પણ કર્યો હતો.
ધારાસભ્ય પરેશ ધાનાણીને પણ ઘેરી લીધા
અમરેલી શહેરમાં આજે દલીત સમાજના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. ખુદ અમરેલીના એસ.પી.સહિતનો પોલીસ સ્ટાફ રસ્તાઓ પર ઉતરીને ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અમરેલીના ચિતલ રોડ પર પોલીસ અને દલિતના ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસ પણ પથ્થરમારાથી બચવા ભાગી હતી. ટોળું પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવા લાગ્યું હતું. જવાબી કાર્યવાહીમા ટોળાને વિખેરવા ટીયર ગેસના બે સેલ છોડવા પડ્યા હતા. દલિતો દ્વારા થયેલા પથ્થરમારામાં અમરેલીના એસ.પી. જગદીશ પટેલને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. જયારે એલ.સી.બી.ના કર્મીને માથાના ભાગે પથ્થર વાગતા તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 20 દલિતોને ઇજા થયા બાદ દવાખાને પણ ખસેડાયા છે. પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મર, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી સહિતના કોંગી આગેવાનો સિવીલ હોસ્પિટલે દોડી ગયા હતાં. જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઇ કાનાબાર, રીતેષભાઇ સોની સહિતના ભાજપ આગેવાનો પણ સિવીલે દોડી આવ્યા હતાં. મોડી રાતે 16 શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. અમરેલીના ધારસભ્ય પરેશ ધાનાણી ઘર્ષણના સ્થળે પહોંચતા થોડીવાર તો ધાનાણીને પણ ઘેરી લેવામાં આવ્યા હતા.
રેન્જ આઇજી પણ દોડી આવ્યા

પત્થરમારામાં ઘાયલ પોલીસકર્મીના મોતની ઘટના બાદ ખુદ રેન્જ આઇજી પણ અમરેલી દોડી આવ્યા હતાં અને સમગ્ર પરિસ્થિતી પર ચાંપતી નઝર રાખી હતી. અહિં એસઆરપીની વધારાના પોલીસકર્મીની ટુકડીનો પણ બંદોબસ્ત જાળવી રખાયો છે.

કલેક્ટર કચેરીમાં પણ સઘન બંદોબસ્ત

પત્થરમારા અને ચિતલ રોડ પર મોટી બબાલ સર્જાયાને પગલે અમરેલીની કલેક્ટર કચેરીમાં પણ પોલીસકર્મીઓનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
એસ.ટી.બસોના કાચ પણ ટોળાએ ફોડી નાખ્યા હતા
ઈજાગ્રસ્ત લોકોને ૧૦૮ વડે હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયારે હજુ પણ અજંપાભરી સ્થિતિ શહેરમાં જોવા મળી રહી છે. દલિતોના ટોળાએ શહેરમાં પણ ખુલ્લી દુકાનો પર પથ્થરમારો કરીને દુકાનો બંધ કરાવી હતી. બે એસ.ટી.બસોના કાચ પણ ટોળાએ ફોડી નાખ્યા હતા. રાહદરીઓની નીકળતી ગાડીઓ પર પણ પથ્થરમારો ટોળાએ કર્યો હતો. હાલ સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
આગળ ક્લિક કરો અને જુઓ ઘટનાની કેટલીક તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો