તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીપાવાવનાં દરિયામાં સુરક્ષા એજન્સીઓનું સઘન પેટ્રોલીંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાઃ પાકિસ્તાન સાથે ઉભી થયેલી તંગ પરિસ્થિતીને પગલે દેશનુ સુરક્ષા તંત્ર સજ્જ છે ત્યારે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે પણ સુરક્ષા તંત્રને એલર્ટ કરી દેવામા આવેલ છે અને આજે પીપાવાવ, જાફરાબાદના દરિયાઇ વિસ્તારમાં સિકયુરીટી પેટ્રોલીંગ વધુ સઘન બનાવી દેવાયુ હતુ. અજાણ્યા શખ્સોની પુછપરછ પણ કરાઇ હતી. આ વિસ્તારની સુરક્ષા એજન્સીઓને કોઇપણ પરિસ્થિતીને ભરી પીવા સજ્જ કરાઇ છે.
અજાણ્યા શખ્સોની પુછપરછ : ઉદ્યોગોના સુરક્ષાકર્મીઓ પણ એલર્ટ

આમપણ છેલ્લા કેટલાક દિવસથી દરિયાઇ વિસ્તારમા સુરક્ષાની જવાબદારી સ્વીકારતા સ્ટાફને સચેત કરી દેવાયો છે. તો બીજી તરફ આજે પાકિસ્તાન સાથે સર્જાયેલી તંગ પરિસ્થિતીને પગલે સમગ્ર સુરક્ષા તંત્રને એલર્ટ કરી દેવાયુ હતુ. રાજુલા જાફરાબાદ પંથકના દરિયાઇ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલીંગ સઘન બનાવાયુ છે. મરીન પોલીસનો કાફલો પણ અહી ખડેપગે તૈનાત રહી ચાંપતી નજર રાખી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...