દામનગરમાં પેરામીલીટ્રી ફોર્સ, પોલીસ જવાનોનો બંદોબસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દામનગર: દામનગર વિધાનસભાની સામાન્ય ચૂંટણી ન્યાયી મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્રની અદભુત તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં પેરામિલેટ્રી, બી.એસ.એફ જવાનની કુમક, હોમગાર્ડ, સ્થાનિક પોલીસ સહિત મોટી ફોજ ચૂંટણી બંદોબસ્તમાં મુકાયેલી હોય આજે દામનગર શહેરની મુખ્ય બજારમાં પરેડ યોજાઇ હતી.


વિધાનસભાની સામાન્ય ચૂંટણી ન્યાયી મુક્ત વાતાવરણમાં યોજાય તેવી ચૂંટણીપંચનું  બેનમૂન સંકલન ઘણા અનર્થ અટકાવી શકે છે. સર્વેલન્સના નામે વાહન ચેકિંગ, ગેરકાયદેસર નાણાંની હેરફેર, દારૂ સહિતના અનિષ્ટ બાબતોમાં ખૂબ સચેત તંત્ર ચૂંટણી પછી ક્યાં સંવેદના કાયમી રાખે તો પણ ઘણા અનર્થ અટકી પડે.

અન્ય સમાચારો પણ છે...