તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોકીમાં ચક્કાજામ : ધારી સજ્જડ બંધ, અમરેલીમાં જનજીવન ફરી ધબકતું થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડીયા,ધારી: ઉનામા દલિતો પર અત્યાચારના વિરોધમાં ન્યાયની માંગ સાથે આજે સતત ત્રીજા દિવસે જિલ્લામા વિરોધ પ્રદર્શન શરૂ રહ્યું હતુ. વડીયાના ચોકી ચાર રસ્તા ખાતે દલિતો દ્વારા ચક્કાજામ આંદોલન કરાયુ હતુ. તો બીજી તરફ ધારી શહેરમા આજે દલિતોના સમર્થનમા વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. આ ઉપરાંત શહેરના માર્ગો પર રેલી કાઢી દલિત સમાજે આવેદનપત્ર પણ પાઠવ્યું હતુ.
ઊનામાં દલિતો પર થયેલા અત્યાચારનાં વિરોધમાં ન્યાયની માંગ સાથે મહિલાઓ, યુવતિઓ પણ રસ્તા પર

વડીયામા ચોકી ચાર રસ્તા પાસે આજે ઉજળા તેમજ આસપાસના ગામ લોકોના દલિત મહિલાઓ અને ભાઇઓ એકઠા થયા હતા અને અહી થોડીવાર માટે રસ્તારોકો આંદોલન ચલાવ્યું હતુ. અહી મહિલાઓ તેમજ આગેવાનોએ સુત્રોચ્ચાર પણ કર્યા હતા અને સમઢીયાળાના બનાવને સખત શબ્દોમા વખોડી આરોપીઓને કડક સજા ફટકારવાની માંગ કરવામા આવી હતી. અહી મહિલાઓ અને આગેવાનોએ થોડીવાર માટે વાહનો થંભાવી દેતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. જો કે બાદમાં પોલીસે મામલો સંભાળ્યો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિતોએ શાંતિપૂર્ણ રેલી કાઢી
બીજી તરફ આજે ધારીમાં પણ વેપારીઓએ દલિત સમાજના સમર્થનમા સજ્જડ બંધ પાળ્યો હતો. વેપારીઓએ અગાઉથી જ ગુરૂવારે બંધ પાળવાની જાહેરાત કરી હતી. પીએસઆઇ એ.પી.પટેલ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રખાયો હતો જેને પગલે આખો દિવસ શાંતી જળવાઇ રહી હતી. જિલ્લા રાષ્ટ્રીય દલિત મહાસંઘ અમરેલીના મહામંત્રી શાંતીલાલ પરમાર, ઉપપ્રમુખ જે.ડી.રાઠોડ, યુવા સંગઠનના મહામંત્રી જીતુભાઇ વાણીયા, લાલજીભાઇ દાફડા, રમેશભાઇ ચૌહાણ, સંજયભાઇ માધડ, મનુભાઇ બોરીચા વિગેરે હાજર રહ્યા હતા.
આગળની સ્લાઈડ્સમાં વાંચો...અમરેલીમાં જનજીવન ફરી થાળે પડ્યું...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો