તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવ વર્ષના બાળકને કુદરતની અનોખી બક્ષીસ, અંક ગણિતમાં છે પાવરધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાંભાઃ ખાંભા તાબાના નાના વિસાવદર ગામે રહેતો એક નવ વર્ષનો બાળક અનોખી કુદરતી બક્ષિસ ધરાવે છે. ધોરણ-5મા અભ્યાસ કરતો પ્રદિપ એકથી લઇને એક અબજ સુધીના આંકડા બ્લેકબોર્ડ પર લખતાની સાથે તુરત જ બોલી નાખે છે.
વિસાવદર ગામનો પ્રદિપ નાનો હતો ત્યારે સારવારમાં લઇ ગયા તો ડોકટરે કહ્યું તેને મગજમાં તકલીફ છે

નાના વિસાવદર ગામે રહેતા અને સુથારીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા વિપુલભાઇ રતીભાઇ પરમારનો નવ વર્ષનો પુત્ર પ્રદિપ અનોખી કુદરતી બક્ષિસ ધરાવે છે. અહી આવેલ પ્રાથમિક શાળામા તે ધોરણ-5મા અભ્યાસ કરી રહ્યો છે. પ્રદિપ અંક ગણતરીની અનોખી શકિત ધરાવે છે. બ્લેક બોર્ડમા એકથી લઇ એક અબજ સુધી આડા અવળા ગમે તેવા આંકડાઓ લખવામા આવે તે ફટાફટ બોલી જાય છે. તેમની આ કુદરતી બક્ષિસથી શાળાના આચાર્ય સહિત શિક્ષકો પણ અચંબો પામી જાય છે.

પ્રદિપના પિતા વિપુલભાઇએ જણાવ્યું હતુ કે તે નાનો હતો ત્યારે ખુબ રડતો હતો જેથી ડોકટર પાસે સારવાર માટે લઇ ગયા હતા ત્યારે ડોકટરે જણાવ્યું હતુ કે તેને મગજમા તકલીફ છે પરંતુ દિવસો વિતતા ગયા તેમ તેમ તે સતેજ બની ગયો છે. ગમે તે અંક લખવામા આવે તે ફટાફટ જવાબ આપી દે છે.
વધુ વિગતો વાંચો આઘળની સ્લાઈડ્સમાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો