નકલી સર્ટીફિકેટ કૌભાંડમાં નવો ખુલાસો, SI કોર્ષનાં સર્ટી પણ બોગસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા: ખાંભામાં ધોરણ 10ની પરીક્ષા આપ્યા વગર જ 25 હજારથી 35 હજાર રૂપિયા ચૂકવી સર્ટિફિકેટ મેળવવાનું કૌભાંડ સામે આવ્યા બાદ  આજે વધુ એક વિદ્યાર્થી સાથે આવુ થયું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમા 13 જેટલા વિદ્યાર્થીને ધોરણ-10ના સર્ટિ આપ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ સર્ટિ મેળવનાર વિદ્યાર્થીઓ પણ આ કૌભાંડ ચલાવનાર યુવકની શોધખોળમા દોડધામ કરતા નજરે પડયા હતા.
 
ધોરણ 10 ઉપરાંત સેનેટરી ઇન્સ્પેકટરના કોર્ષનુ સર્ટિફિકેટ પણ એક યુવકને નકલી પકડાવી દેવામા આવ્યુ હોવાનુ સામે  આવ્યું છે.  ખાંભામા  શિક્ષિત યુવક દ્વારા મહાદેવ એકેડમી એન્ડ પેરામેડિકલ ઇન્સ્ટીટયુટના નામથી ચલાવવામાં આવી રહ્યું છે. આ એકેડમી કેતન હરકાંત જોશી નામનો યુવક ચલાવતો હોવાનુ સામે આવ્યું છે. આ એકેડમીમાં મહુવા તાલુકાના મોટા ખૂટવડાના એક વિદ્યાર્થી દ્વારા 2013માં એડમિશન સેનેટરી ઇન્સ્પેકટર કોર્સમાં  લેવામાં આવ્યું હતું. ત્યારે જે તે વખતે આ કેતન જોશીની વાતોમાં વિદ્યાર્થી જીજુવાડિયા કિશનભાઈ મનુભાઈ આવી ગયા હતા અને તેઓએ કેતન જોશી દ્વારા જે કહ્યું તેમ ક્ર્યું અને ડોક્યુમેન્ટ આપી ફી પણ ભરી આપી હતી.
 
ત્યારે કિશને નિયમોનુસાર ઘરે બેઠા એક્ઝામ પણ આપી હતી જ્યારે તેને બીજા વર્ષમાં પણ ઘરે બેઠા એક્ઝામ આપી હતી અને કેતન જોશી દ્વારા કિશનને સર્ટિ ફિકેટ ડિસ્ટિકશન સાથે આપી દીધા હતા જ્યારે ગયા મહિને કિશનભાઈએ પોતાના અમદાવાદ ખાતેના મિત્રને આ સર્ટિફિકેટ બતાવ્યા હતા અને તેને કહ્યું કે આ સર્ટિફિકેટ નકલી છે ત્યારે કિશનભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.અને તેમના મિત્રના મદદથી આ સર્ટિફિકેટને ઓનલાઈન સર્ચ કરી તાગ મેળવ્યો હતો અને દિલ્હી યુનિવર્સિટીમાં મહાદેવ એકેડમીના રજીસ્ટ્રેશન છે કે કેમ તે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ મહાદેવ એકેડમીનું રજીસ્ટ્રેશન 2013માં રદ થઇ ગયું છે.
 
અને તેને જે સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે તે 2014/15માં બનાવવામાં આવ્યા છે. પળવારનો વિલંબ કર્યા વગર જ કિશને ખાંભા ખાતે કેતન જોશીનો સંપર્ક કર્યો હતો અને સઘળી હકીકતે વાત કરી પ્રથમ તો કેતન આવું ન બને અને ગોળગોળ જવાબ આપી તપાસ કરું છું તેમ કહી વાત રફેદફે કરી હતી. અને પંદર દિવસ પછી ફોન કરવાનું કહ્યું હતું. બાદમાં કિશન દ્વારા પંદર દિવસ બાદ ફોન કરવામાં આવતા કેતને કહ્યું કે ભુલ થઈ ગઈ હું તને પંદર દિવસમાં માન્યતાવાળું બીજુ સર્ટિફિકેટ અપાવી દઈશ તેવું જણાવ્યું અને સર્ટિફિકેટ ના આપું તો તે ભરેલી ફી ની રકમ પરત કરવાનીવાત કહી હતી.
 
અન્ય સમાચારો પણ છે...