તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાંભાઃ નાની ધારીમાં 2 શિક્ષક, જે શાળા પૂર્ણ કરી 2 કલાક વધુ ભણાવે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાંભાઃ ખાંભા તાલુકાના નાની ધારી ગામે આવેલ પ્રાથમિક શાળામા ફરજ બજાવતા બે શિક્ષકો શાળા પુર્ણ થયા બાદ પણ સ્વૈચ્છિક રીતે જે વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરવો હોય તેને સાંજના 5 થી 7 સુધી અભ્યાસ કરાવી અન્ય શિક્ષકોને પ્રેરણા પુરી પાડી રહ્યાં છે. નાની ધારી પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદકુમાર હરસોરા તેમજ વિજયભાઇ રામાવત ખાંભા તાલુકા તેમજ જિલ્લામા સરકારી શાળા પ્રત્યે વાલીઓના ઓરમાયા વર્તનને જનમાનસ ઉપરથી કાઢી નાખવાનુ કાર્ય કરી રહ્યાં છે. બંને શિક્ષકો છેલ્લા બે વર્ષથી શાળામા સમય પુર્ણ થયા બાદ પણ બે કલાક વધારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા ફાળવી રહ્યાં છે.
સરકારી શાળા પ્રત્યેનો અણગમો ભુંસવો છે

નાની ધારી પ્રા.શાળાના આચાર્ય વિનોદકુમાર હરસોરાએ જણાવ્યું હતુ કે વાલીઓના માનસ પર સરકારી શાળા પ્રત્યે અણગમો જોવા મળે છે ત્યારે સરકારી શાળામા પણ વિદ્યાર્થીઓને વધુ સમય અભ્યાસની તક મળે અને વાલીઓના માનસ પરથી પણ શાળા પ્રત્યેનો અણગમો ભુંસી શકાય તેવા પ્રયત્નો કરવામા આવી રહ્યાં છે.
સ્કુલ એજયુકેશન ફેરનું પણ આયોજન- વિજયભાઇ

શિક્ષક વિજયભાઇ રામાવતે જણાવ્યું હતુ કે આગામી દિવસોમા વિદ્યાર્થીઓને જે વિષયમા રસ હશે તે વિષયમા આગળ વધારવામા આવશે. આ ઉપરાંત અમારા દ્વારા આગામી દિવસોમા સ્કુલ એજયુકેશન ફેરનુ પણ આયોજન કરવાનુ નક્કી કરવામા આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો