તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીઃ ટોળનો પથ્થર મારો, પોલીસકર્મી ગાડીમાંથી પડી જતાં સારવાર બાદ મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીઃ અમરેલી જીલ્લાના પોલીસ બેડામાં ભારે લોક ચાહના ધરાવનાર એલસીબીના હેડ કોન્સ્ટેબલ પંકજભાઇ અમરેલીયા મંગળવારે ચિતલ રોડ પર દલીત સમાજની રેલી વખતે ફરજ બજાવતા હતાં. દલીત આંદોલન દરમીયાન રેલીમાં જોડાયેલા શખ્સો દ્વારા પોલીસ પર બેફામ પત્થરમારો કરવામાં આવતા માથામાં પત્થર વાગવાથી પંકજભાઇને ગંભીર ઇજા થઇ હતી અને બ્રેઇન હેમરેજ થઇ ગયુ હતું. તેમને તાબડતોબ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયા હતાં પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઇ ગયુ હતું. જેને પગલે પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.
દરમીયાન આજે રેન્જ આઇજી ઉપરાંત અમરેલી કલેક્ટર દિલીપ રાણા, એસપી જગદિશ પટેલ, ડેપ્યુટી કલેક્ટર જે.કે. ઠેંસીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ મૃતક પંકજ અમરેલીયાના પરિવારને સાંત્વના પાઠવવા તેમના ઘરે દોડી ગયા હતાં. શહેરના રાજકીય અને સામાજીક આગેવાનો અને તેમના બહોળા મિત્રવર્ગે પણ આજે તેમના પરિવારને મળી હૈયાધારણા આપી હતી.દલિત આંદોલન દરમિયાન ફરજ નિભાવતી વખતે ટોળાનાં પથ્થર મારામાં બ્રેઇન હેમરેજથી મોત થતાં પોલીસ કર્મીનાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી. આ તકે પિડીત પરિવારને દિલાસો આપવા અનેક લોકો આવી પહોંચ્યા હતા.
બુધવારે જવાનને અંતિમ વિદાય અપાઈ હતી
અમરેલીમાં ગઇકાલે દલિતોની રેલી હિંસક બનતા ટોળાએ પત્થરમારો કરતાં જેમનું મોત થયું હતું તે અમરેલી એલસીબીના હેડ કોન્સ્ટેબલ પંકજભાઇ અમરેલીયાને આજે અશ્રુભીની આંખો સાથે અંતિમ વિદાય અપાઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે ઉપસ્થિત લોકોની હાજરીમાં અંતિમયાત્રા નીકળી હતી.
જિલ્લા પોલીસવડા પણ આ વખતે જ અહી દોડી આવ્યા હતા
અમરેલીમાં ન્યાય માટેની દલિતોની લડત આજે હિંસક બની હતી. જેનો ભોગ એક નિર્દોષ પરિવારને બનવુ પડયુ હતુ. અમરેલી એલસીબીમા ફરજ બજાવતા હોનહાર હેડ કોન્સ્ટેબલ પંકજભાઇ અમરેલીયાની પથ્થરમારામા હત્યા થઇ ગઇ હતી. ચિતલરોડ પર પથ્થરમારો થઇ રહ્યો હતો એ સમયે તેઓ ફરજ પર હતા. જિલ્લા પોલીસવડા પણ આ વખતે જ અહી દોડી આવ્યા હતા. દલિતોના ટોળામાથી ફેંકાયેલો પથ્થર તેમને માથામા વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ ગાડીમાથી નીચે પડી ગયા બાદ પણ તેમને પથ્થરના ઘા મારવામા આવ્યા હતા.
મૃતક પોલીસ જવાનનો ભૂતકાળ ખૂબ સારો હતો
લોહીલુહાણ હાલતમા તેમને સારવાર માટે પ્રથમ અમરેલી દવાખાને અને બાદમા રાજકોટના ખાનગી દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ જેના પગલે સમગ્ર પોલીસબેડામા ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. ગમે તેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામા તેમની અનોખી શુઝબુઝ હતી. ખુંખાર અપરાધીઓ સામે પણ તેઓ પહાડ બનીને ઉભા રહી જતા હતા. બહોળો મિત્ર વર્ગ અને પોલીસ અધિકારીઓમાં પણ તેની સુવાસ ફેલાયેલી હતી. અનેક ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામા મહત્વપુર્ણ યોગદાન આપી તેમણે અનેક ઇનામો જીત્યા હતા.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો